
અમદાવાદ શહેરમાં આજે સવારે પડેલા ભારે વરસાદના કારણે સ્ટર્લિંગ સિટી સેક્ટર એ અને બી વિસ્તારમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ બાદ સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો છે અને અનેક રહીશોના બંગલાઓમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત શહેરના ડ્રેનેજ નેટવર્ક અને રસ્તાઓની સ્થિતિ સુધારવાના દાવા વચ્ચે કોર્પોરેશનનું વાહન જ ખાડામાં ફસાતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. હાલ આ ઘટના સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બની છે.

જામનગર શહેરના મહિલા પોલીસ સ્ટેશન ખાતે રવિવારે વહેલી સવારે એક વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થતાં પ્રવેશદ્વાર અને બિલ્ડિંગના કેટલાક ભાગોને નુકસાન પહોંચ્યું હતું. સદનશીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં મહાનગરપાલિકાની ટીમે સ્થળ પર પહોંચી વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.