
અભિનેતા અર્જુન કપૂરની બહેન અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અંશુલા કપૂરના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. આ ભવ્ય સમારોહમાં સેલેબ્સના સ્ટાઇલિશ લુક ઉપરાંત કેટલાક ખાસ પળોએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ખાસ કરીને અભિનેતા જેકી શ્રોફની અનોખી ભેટ, અભિનેત્રી રેખાનો પ્રેમાળ અંદાજ અને બોબી દેઓલનો હળવો ‘ઊપ્સ’ મોમેન્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો.

મુંબઈ: બોલીવુડના જાણીતા અભિનેતા આમિર ખાને પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલા તેમના અને ગૌરી સ્પ્રેટના સંબંધને હવે લગ્નનું નામ મળ્યું છે. 5 જુલાઈના રોજ બંનેએ રજિસ્ટર મેરેજ કરીને સત્તાવાર રીતે જીવનસાથી બનવાનો નિર્ણય કર્યો. લગ્ન સમારોહ આમિર ખાનના નિવાસસ્થાને ખૂબ જ સાદાઈ અને ખાનગી રીતે યોજાયો હતો. આ પ્રસંગે માત્ર પરિવારના સભ્યો અને નજીકના...

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાન 5 જુલાઈએ તેમની મિત્ર અને પાર્ટનર ગૌરી સ્પ્રેન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન આમિર ખાને લગ્નના સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યું કે આ સમારોહ અત્યંત સાદગીભર્યો રહેશે અને તમામ વિધિઓ તેમના નિવાસસ્થાને જ યોજાશે. લગ્નમાં માત્ર પરિવારજનો અને નજીકના મિત્રો જ હાજર રહેશે.

પ્રખ્યાત રેપર બા્દશાહ અને પંજાબી અભિનેત્રી ઇશા રીખીના લગ્ન અંગે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળો પર આખરે પૂર્ણવિરામ લાગી ગયું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી લગ્નની તસવીરો બાદ બંનેના લગ્નને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી હતી, પરંતુ બંનેએ સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરી નહોતી. હવે ઈશા રીખીએ ખુદ પોતાના સંબંધને સ્વીકારી લીધો છે.

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન એકવાર ફરી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, આમિર ખાન તેમની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે 5 જુલાઈએ લગ્ન કરી શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.