Get News Alerts

Never miss breaking news updates.

બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ ત્રીજી વખત બંધાયા લગ્નના બંધનમાં, પરિવાર અને નજીકના મિત્રો રહ્યા હાજર

મુંબઈ: બોલીવુડના જાણીતા અભિનેતા આમિર ખાને પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલા તેમના અને ગૌરી સ્પ્રેટના સંબંધને હવે લગ્નનું નામ મળ્યું છે. 5 જુલાઈના રોજ બંનેએ રજિસ્ટર મેરેજ કરીને સત્તાવાર રીતે જીવનસાથી બનવાનો નિર્ણય કર્યો. લગ્ન સમારોહ આમિર ખાનના નિવાસસ્થાને ખૂબ જ સાદાઈ અને ખાનગી રીતે યોજાયો હતો. આ પ્રસંગે માત્ર પરિવારના સભ્યો અને નજીકના...
R Gajjar
R GajjarUpdated on: 05 Jul 2026 02:03 PM IST
બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ ત્રીજી વખત બંધાયા લગ્નના બંધનમાં, પરિવાર અને નજીકના મિત્રો રહ્યા હાજરબોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ ત્રીજી વખત બંધાયા લગ્નના બંધનમાં, પરિવાર અને નજીકના મિત્રો રહ્યા હાજર

AI Generated Images

મુંબઈ: બોલીવુડના જાણીતા અભિનેતા આમિર ખાને પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલા તેમના અને ગૌરી સ્પ્રેટના સંબંધને હવે લગ્નનું નામ મળ્યું છે. 5 જુલાઈના રોજ બંનેએ રજિસ્ટર મેરેજ કરીને સત્તાવાર રીતે જીવનસાથી બનવાનો નિર્ણય કર્યો. લગ્ન સમારોહ આમિર ખાનના નિવાસસ્થાને ખૂબ જ સાદાઈ અને ખાનગી રીતે યોજાયો હતો. આ પ્રસંગે માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. લગ્ન બાદ બંનેની પ્રથમ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, જેમાં આમિર અને ગૌરી ખુશખુશાલ અંદાજમાં જોવા મળી રહ્યા છે. આમિર ખાનના લગ્નમાં ફિલ્મ જગતની કેટલીક જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી. ફિલ્મ નિર્માતા આશુતોષ ગોવારીકર તેમની પત્ની સાથે પહોંચ્યા હતા, જ્યારે અંબાણી પરિવારના સભ્યો પણ આ ખાસ પ્રસંગે હાજર રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આમિર ખાનના અંગત જીવનની વાત કરીએ તો તેમણે પ્રથમ લગ્ન રીના દત્તા સાથે વર્ષ 1986માં કર્યા હતા. આ લગ્નજીવનમાંથી તેમને બે સંતાનો જુનૈદ ખાન અને આયરા ખાન છે. જોકે, લગભગ 16 વર્ષ બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ આમિર ખાને વર્ષ 2005માં ફિલ્મ નિર્માતા કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને આઝાદ નામનો પુત્ર છે. પરંતુ આ સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં અને બંનેએ પરસ્પર સહમતીથી અલગ થવાનો નિર્ણય લીધો હતો.

ગૌરી સ્પ્રેટ અને આમિર ખાન એકબીજાને લગભગ 25 વર્ષથી ઓળખે છે. બંને વચ્ચે લાંબા સમયથી મિત્રતા અને સારી સમજણ રહી છે. વર્ષ 2025માં પોતાના જન્મદિવસે આમિર ખાને ગૌરી સાથેના સંબંધોને જાહેર કર્યા હતા, ત્યારબાદ બંને અનેક પ્રસંગોએ સાથે જોવા મળ્યા હતા. હવે લગ્ન બાદ ચાહકો અને ફિલ્મ જગતના લોકો આ નવા દંપતીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com