61 વર્ષની ઉંમરે આમિર ખાન ફરી બંધાશે લગ્નબંધનમાં, 5 જુલાઈએ ગૌરી સ્પ્રેટ સાથે સાદાઈથી કરશે લગ્ન



61 વર્ષની ઉંમરે આમિર ખાન ફરી બંધાશે લગ્નબંધનમાં, 5 જુલાઈએ ગૌરી સ્પ્રેટ સાથે સાદાઈથી કરશે લગ્ન



બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાન 5 જુલાઈએ તેમની મિત્ર અને પાર્ટનર ગૌરી સ્પ્રેન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન આમિર ખાને લગ્નના સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યું કે આ સમારોહ અત્યંત સાદગીભર્યો રહેશે અને તમામ વિધિઓ તેમના નિવાસસ્થાને જ યોજાશે. લગ્નમાં માત્ર પરિવારજનો અને નજીકના મિત્રો જ હાજર રહેશે.
અહેવાલો મુજબ, આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ ભવ્ય સમારોહને બદલે ખાનગી અને સરળ રીતે લગ્ન કરવાની પસંદગી કરી છે. આમિરના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ચાહકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. અનેક લોકોએ તેમને જીવનની નવી શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી છે, જ્યારે કેટલાક ચાહકો લગ્ન વિશે વધુ માહિતી જાણવા આતુર છે.
આમિર ખાન અગાઉ બે વખત લગ્ન કરી ચૂક્યા છે. તેમની પ્રથમ પત્ની રીના દત્તા સાથેના લગ્નજીવનમાંથી તેમને બે સંતાનો, જુનેદ ખાન અને ઇરા ખાન છે. વર્ષ 2002માં બંનેના છૂટાછેડા થયા હતા. ત્યારબાદ વર્ષ 2005માં આમિરે કિરન રાવ સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને એક પુત્ર આઝાદ રાવ ખાન છે. જોકે, વર્ષ 2021માં આમિર અને કિરણ રાવે પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
ગૌરી સ્પ્રેટ અને આમિર ખાન છેલ્લા લગભગ 25 વર્ષથી એકબીજાને ઓળખે છે. લાંબા સમય સુધી બંને સારા મિત્રો રહ્યા હતા. માર્ચ 2025માં પોતાના 60મા જન્મદિવસના અવસરે આમિર ખાને જાહેરમાં ગૌરી સાથેના સંબંધોની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે મિત્રતાનો આ સંબંધ હવે જીવનસાથીના નવા અધ્યાય સુધી પહોંચ્યો છે. ગૌરી એક સાત વર્ષના પુત્રની માતા છે. હવે બંને સાદગીપૂર્ણ લગ્ન દ્વારા પોતાના નવા જીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છે.




