
કોમનવેલ્થ ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શન કરી દેશનું ગૌરવ વધારનારી ભારતીય ટીમનું મંગળવારે દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેલાડીઓના સ્વાગત માટે મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ, પરિવારજનો, રમત અધિકારીઓ અને સમર્થકો એરપોર્ટ પહોંચ્યા હતા. ઢોલ-નગારાં, ફૂલહાર અને ભારત માતાના જયઘોષ વચ્ચે ખેલાડીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

CWG 2026 India Medal Tally: સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026 ભારત માટે એક શાનદાર ઘટના હતી. ભારતીય ખેલાડીઓએ તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે મેડલ ટેલીમાં ચોથું સ્થાન મેળવ્યું. ભારતે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં કુલ 39 મેડલ જીત્યા હતા. આ મેડલ ટેલીમાં ફક્ત ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને કેનેડા જ ભારતથી આગળ નીકળી ગયા હતા. આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં કુસ્તી, બેડમિન્ટન અને હોકી જેવી...

કોમનવેલ્થ ગેમ્સ 2026નો 10મો દિવસ ભારત માટે ઐતિહાસિક અને શાનદાર રહ્યો છે. ભારતીય ખેલાડીઓએ વિવિધ રમતોમાં શાનદાર પ્રદર્શન કરીને એક જ દિવસમાં કુલ 16 મેડલ પોતાના નામે કર્યા, જેમાં 7 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. ભારતના આ શાનદાર પ્રદર્શન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેડલ વિજેતા તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે.

Sakshi Chaudhary Commonwealth Games 2026 Gold: ભારતીય બોક્સિંગ માટે ગૌરવની ક્ષણ સર્જતા હરિયાણાના ભિવાનીની બોક્સર સાક્ષી ચૌધરીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલા 51 કિલોગ્રામ વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યું છે. ફાઇનલમાં તેણે ઇંગ્લેન્ડની રૂબી વ્હાઇટને એકતરફી મુકાબલામાં 5-0ના અંતરથી હરાવી ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો. સાક્ષીએ પ્રથમ રાઉન્ડથી જ આક્રમક રમત બતાવી હતી અને ત્રણેય રાઉન્ડમાં પોતાનું...

Lovlina Borgohain Commonwealth Games 2026: કોમનવેલ્થ ગેમ્સ 2026ની સત્તાવાર શરૂઆત પહેલાં જ ભારત માટે ખુશખબર આવી છે. ઓલિમ્પિક કાંસ્ય પદક વિજેતા ભારતીય બોક્સર લવલીના બોર્ગોહેને મહિલાઓની 75 કિલો વજન શ્રેણીમાં સેમિફાઇનલમાં સીધી એન્ટ્રી મેળવી ભારતનો પ્રથમ મેડલ નિશ્ચિત કરી દીધો છે. મહિલાઓની 75 કિલો કેટેગરીમાં માત્ર પાંચ બોક્સરો હોવાથી ડ્રો મુજબ લવલીના સહિત ત્રણ ખેલાડીઓને સીધી સેમિફાઇનલમાં સ્થાન મળ્યું છે....