
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છોટાઉદેપુર જિલ્લાના ત્રણ દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. પ્રવાસના પ્રથમ દિવસે તેમણે કવાંટ તાલુકાની સૈડીવાસણ ચોકડી ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

અરવલ્લી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મેઘરજ, શામળાજી અને ભિલોડા સહિતના ટ્રાયબલ વિસ્તારોમાં આદિવાસી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે મોટી સુવિધાની ભેટ આપી છે. શાળા-કોલેજ સુધી પહોંચવામાં પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત 139 નવી બસો શરૂ કરવામાં આવી છે. આ બસ સેવાથી હજારો વિદ્યાર્થીઓને સુરક્ષિત અને સમયસર પરિવહનની સુવિધા મળશે.