
કોલકાતા: પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીની કાર પર હુમલો થયાનો મામલો સામે આવ્યો છે. નોર્થ 24 પરગણા જિલ્લામાં એક મૃતક TMC કાર્યકરના ઘરે જતી વખતે મમતા બેનર્જીની ગાડીને કેટલાક પ્રદર્શનકારોએ ઘેરી લીધી હતી. આ દરમિયાન કાર પર પથ્થર, જૂતાં અને કાદવ ફેંકવામાં આવ્યા હોવાનો મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે. મમતા બેનર્જીએ દાવો કર્યો કે તેમની...

તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક વિખવાદ હવે વધુ સ્પષ્ટ બનતો જઈ રહ્યો છે. પાર્ટીના બાગી સાંસદોના હસ્તાક્ષરવાળું એક પત્ર સામે આવતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે. ખાસ વાત એ છે કે પત્રમાં 1થી 20 સુધીના ક્રમાંક દર્શાવવામાં આવ્યા છે, પરંતુ હસ્તાક્ષર માત્ર 19 સાંસદોના જ જોવા મળે છે. ક્રમાંક 13 સામે કોઈ સહી ન હોવાથી 20મા બાગી સાંસદની ઓળખ અંગે સસ્પેન્સ ઊભું થયું છે.

West Bengal EVM Fire Incident: પશ્ચિમ બંગાળમાં એક સરકારી ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં લગભગ 4,000 ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) બળીને ખાખ થઈ ગયા. આ EVM મશીનોનો ઉપયોગ વિધાનસભા ચૂંટણી દરમિયાન કરવામાં આવ્યો હતો. શુભેન્દુ સરકારનામંત્રી કૌશિક ચૌધરીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ઘટના સંદર્ભે એફઆઈઆર નોંધ્યા બાદ પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. દક્ષિણ કોલકાતાના અલીપુર...

Suvendu Adhikari 30 Days Report Card: પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકારને સત્તામાં આવ્યા બાદ એક મહિનો પૂર્ણ થયો છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળ રાજ્યમાં છેલ્લા 30 દિવસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ વહીવટી અને રાજકીય નિર્ણયો લેવામાં આવ્યા છે, જેનાથી રાજ્યની રાજનીતિમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. સરકારે શરૂઆતના દિવસોમાં જ કેટલીક મોટી નીતિઓ અમલમાં મૂકી છે. તેમાં શાળાઓમાં ‘વંદે માતરમ’ ફરજિયાત...

પશ્ચિમ બંગાળમાં પોલીસે ટીએમસી નેતા જહાંગીર ખાનની ધરપકડ કરી છે. પોતાને પુષ્પા કહેનારા જહાંગીર ખાન શુભેન્દુ અધિકારીના ડરથી ચૂંટણી મેદાન છોડી ગયા હતા. ફાલ્ટા વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી દરમિયાન જહાંગીર ખાનનું નામ ખૂબ ચર્ચામાં આવ્યું હતું. સ્થાનિક સ્તરે, તેમને એક પ્રભાવશાળી અને શક્તિશાળી નેતા માનવામાં આવે છે.

BJP West Bengal Election Victory 2026: બંગાળની ચૂંટણી લડાઈ તેના અંત સુધી પહોંચી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્યામા પ્રસાદ મુખર્જીનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. ભાજપ પહેલીવાર બંગાળમાં સરકાર બનાવવા માટે તૈયાર છે. ભાજપની ચૂંટણી ગંગાને પટનાથી આગળ લઈ જવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કઠોર પ્રયાસો બધાએ જોયા. ગંગોત્રી ધામના ઘર ઉત્તરાખંડમાં પાર્ટી પહેલાથી જ સત્તામાં હતી, પરંતુ પછી તેનો ધ્વજ ઉત્તર પ્રદેશ અને બિહારમાં અટકી ગયો. પરંતુ હવે, બંગાળના પરિણામો પછી, પૂર્વના ભાગ્યમાં એક નવો અધ્યાય લખવાનો સમય આ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ફરી એકવાર મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યાં. પીએમ મોદીએ કહ્યું છે કે ફક્ત ભાજપ-એનડીએ સરકાર જ આસનસોલની ઔદ્યોગિક શક્તિને પુનઃસ્થાપિત કરી શકે છે અને તેને માફિયા શાસનથી મુક્ત કરી શકે છે. તેમણે સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકારને નિર્દય ગણાવી. એક જાહેર રેલીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ચૂંટણી ફક્ત સરકાર બદલવાની નથી. આ ચૂંટણી આસનસોલની જૂની ઔદ્યોગિક શક્તિને પુનઃસ્થાપિત કરવા વિશે છે. આ ચૂંટણી માફિયા શાસનથી મુક્તિ મેળવવાની છે. ફક્ત ભાજપ-એનડીએ સરકાર જ આ કાર્