સ્કૂલોમાં વંદે માતરમ, રસ્તા પર નમાજ પર પ્રતિબંધ, શુભેન્દુ સરકારનું 30 દિવસનું રિપોર્ટ કાર્ડ



AI Generated Images
સ્કૂલોમાં વંદે માતરમ, રસ્તા પર નમાજ પર પ્રતિબંધ, શુભેન્દુ સરકારનું 30 દિવસનું રિપોર્ટ કાર્ડ



AI Generated Images
Suvendu Adhikari 30 Days Report Card: પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકારને સત્તામાં આવ્યા બાદ એક મહિનો પૂર્ણ થયો છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળ રાજ્યમાં છેલ્લા 30 દિવસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ વહીવટી અને રાજકીય નિર્ણયો લેવામાં આવ્યા છે, જેનાથી રાજ્યની રાજનીતિમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. સરકારે શરૂઆતના દિવસોમાં જ કેટલીક મોટી નીતિઓ અમલમાં મૂકી છે. તેમાં શાળાઓમાં ‘વંદે માતરમ’ ફરજિયાત કરવું, જાહેર માર્ગો પર નમાઝ અદા કરવા પર નિયંત્રણ, BSFને 142 એકર જમીન ફાળવવી તેમજ રાજ્યમાં ઔદ્યોગિક રોકાણને પ્રોત્સાહન આપવા માટે ટાટા ગ્રુપની વાપસી જેવા નિર્ણયોનો સમાવેશ થાય છે.

ભાજપને રાજકીય ફાયદો
સરકારના એક મહિનાના કાર્યકાળ દરમિયાન ભાજપને રાજકીય સ્તરે પણ મજબૂતી મળી હોવાનું માનવામાં આવે છે. અનેક તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતાઓએ ભાજપનો દામન પકડ્યો છે. બીજી તરફ, દિલ્હીમાં TMCના કેટલાક અસંતુષ્ટ સાંસદો પણ NDA સાથે જોડાવા પ્રયાસ કરી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે.
મુખ્યમંત્રીએ કરી વિકાસ કાર્યોની સમીક્ષા
સરકારના એક મહિના પૂર્ણ થતાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ મેદિનીપુર ખાતે ઉચ્ચ સ્તરીય વહીવટી સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં સ્થાનિક સાંસદો, ધારાસભ્યો અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન કાયદો-વ્યવસ્થા, પૂર નિયંત્રણ, આરોગ્ય સેવાઓ, માર્ગ વિકાસ અને અન્ય મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જનપ્રતિનિધિઓએ રજૂ કરી સ્થાનિક સમસ્યાઓ
સાંસદ જૂન માલિયાએ મેદિનીપુર મેડિકલ કોલેજમાં ડોક્ટરોની અછત અને પાણી ભરાવાની સમસ્યા અંગે મુદ્દા ઉઠાવ્યા હતા. જ્યારે ધારાસભ્ય સુઈલી સાહાએ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા અને રોજગાર યોજનાઓમાં ઝડપ લાવવાની માંગણી કરી હતી.
15 દિવસમાં રિપોર્ટ આપવાનો આદેશ
મુખ્યમંત્રીએ તમામ વિભાગોને 15 દિવસની અંદર Action Taken Report (ATR) રજૂ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું કે રાજ્યના વિકાસ અને સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે.
બંગાળને મળ્યો પ્રથમ ભાજપ મુખ્યમંત્રી
નોંધનીય છે કે શુભેન્દુ અધિકારીએ 9 મે, 2026ના રોજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યના ઇતિહાસમાં આ પ્રથમ પ્રસંગ છે જ્યારે ભાજપનો કોઈ નેતા મુખ્યમંત્રી બન્યો હોય. તે પહેલાં તેઓ 2021થી 2026 સુધી વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે કાર્યરત હતા.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



