મમતા બેનર્જીની કાર પર પથ્થર-જૂતાં અને કાદવથી હુમલો, ‘ચોર-ચોર’ના નારા લાગ્યા

કોલકાતા: પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીની કાર પર હુમલો થયાનો મામલો સામે આવ્યો છે. નોર્થ 24 પરગણા જિલ્લામાં એક મૃતક TMC કાર્યકરના ઘરે જતી વખતે મમતા બેનર્જીની ગાડીને કેટલાક પ્રદર્શનકારોએ ઘેરી લીધી હતી. આ દરમિયાન કાર પર પથ્થર, જૂતાં અને કાદવ ફેંકવામાં આવ્યા હોવાનો મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે. મમતા બેનર્જીએ દાવો કર્યો કે તેમની...
Rupin Bakraniya
Rupin Bakraniya
મમતા બેનર્જીની કાર પર પથ્થર-જૂતાં અને કાદવથી હુમલો, ‘ચોર-ચોર’ના નારા લાગ્યામમતા બેનર્જીની કાર પર પથ્થર-જૂતાં અને કાદવથી હુમલો, ‘ચોર-ચોર’ના નારા લાગ્યા

કોલકાતા: પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીની કાર પર હુમલો થયાનો મામલો સામે આવ્યો છે. નોર્થ 24 પરગણા જિલ્લામાં એક મૃતક TMC કાર્યકરના ઘરે જતી વખતે મમતા બેનર્જીની ગાડીને કેટલાક પ્રદર્શનકારોએ ઘેરી લીધી હતી. આ દરમિયાન કાર પર પથ્થર, જૂતાં અને કાદવ ફેંકવામાં આવ્યા હોવાનો મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે. મમતા બેનર્જીએ દાવો કર્યો કે તેમની કાર પર મોટા પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે જો કારની બારીઓ ખુલ્લી હોત તો તેમનું માથું ફાટી ગયું હોત. ઘટના દરમિયાન પ્રદર્શનકારીઓએ તેમની વિરુદ્ધ ‘ચોર-ચોર’ના નારા પણ લગાવ્યા હતા.

‘પોલીસની સામે જ કાર પર પથ્થરો ફેંકાયા’
હુમલા બાદ મમતા બેનર્જીએ કહ્યું કે પોલીસની હાજરીમાં જ અસામાજિક તત્વોએ તેમની કાર પર મોટા પથ્થરો ફેંક્યા હતા. તેમણે જણાવ્યું કે કાર પર હુમલો એટલો જોરદાર હતો કે જો કારની બારીઓ ખુલ્લી હોત તો તેમનું માથું ફાટી ગયું હોત. મમતા બેનર્જીએ આ ઘટનાને કાવતરું ગણાવીને પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવ્યા.

નોર્થ 24 પરગણામાં વિરોધનો સામનો
મમતા બેનર્જી રવિવારે નોર્થ 24 પરગણા જિલ્લાના બીજપુર વિસ્તારમાં એક મૃતક TMC કાર્યકરના પરિવારને મળવા જઈ રહ્યા હતા. આ દરમિયાન એક જૂથના પ્રદર્શનકારીઓ તેમની કારની આસપાસ એકઠા થઈ ગયું હતું. પ્રદર્શનકારીઓએ નારા લગાવ્યા અને મમતા બેનર્જીની કાર પર કાદવ ફેંકવામાં આવ્યો હોવાનો આરોપ છે. આ દરમિયાન ‘ચોર-ચોર’ના નારા પણ સંભળાયા હતા.

મમતા બેનર્જીએ પોલીસ પર ઉઠાવ્યા સવાલ
મમતા બેનર્જીએ કહ્યું કે તેમણે પોલીસને અગાઉથી જાણ કરી હતી કે તેઓ આ વિસ્તારમાં આવવાના છે. તેમ છતાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ન હોવાનો તેમણે આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે સમગ્ર પશ્ચિમ બંગાળને જાણે ગુંડાઓ નિયંત્રિત કરી રહ્યા હોય તેવી સ્થિતિ છે. બીજી તરફ, પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો કે મમતા બેનર્જી શાંતિપૂર્ણ વિસ્તારમાં અશાંતિ ફેલાવવા માટે આવી રહ્યા હતા. વિરોધ દરમિયાન પ્રદર્શનકારીઓએ તેમની વિરુદ્ધ નારાબાજી કરી હતી.

મૃતક TMC કાર્યકરના પરિવારને મળવા જઈ રહ્યા હતા
મળતી માહિતી મુજબ, જે TMC કાર્યકરના ઘરે મમતા બેનર્જી જઈ રહ્યા હતા, તેમનું હલીસહર પોલીસની કસ્ટડીમાં બીમાર પડ્યા બાદ મોત થયું હતું. આ મામલાને લઈને પણ વિસ્તારમાં રાજકીય તણાવ જોવા મળી રહ્યો છે.

ચૂંટણીમાં TMCની હાર બાદ વિરોધ
પશ્ચિમ બંગાળમાં એપ્રિલ-મે દરમિયાન યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની TMCને મોટો પરાજય મળ્યો હતો. લગભગ 15 વર્ષ બાદ TMC સત્તાથી બહાર થઈ છે અને ત્યારથી પાર્ટીના અનેક નેતાઓને વિવિધ સ્થળોએ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ અગાઉ મમતા બેનર્જીના ભત્રીજા અને TMC નેતા અભિષેક બેનર્જી પર પણ હુમલો થયાનો દાવો કરવામાં આવ્યો હતો. તેમના પર ઈંડા અને પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. હાલ મમતા બેનર્જીની કાર પર થયેલા આ કથિત હુમલાને લઈને રાજકીય ગરમાવો વધી શકે છે. ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ અને સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે.