
Monsoon Festival: 15 ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે દેશભક્તિ અને ઉત્સાહનો માહોલ. ત્યારે ડાંગના સાપુતારામાં ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત મોનસૂન ફેસ્ટિવલ અંતર્ગત ખાસ 5 કિલોમીટરની મિની મેરેથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

PM Modi Independence Day 2026: દેશ 15 ઓગસ્ટ, 2026ના રોજ 80મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. રાષ્ટ્રીય પર્વની મુખ્ય ઉજવણી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે થશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશને સંબોધિત કરશે. આ વખતે પણ સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં કેટલીક વિશેષ બાબતો જોવા મળશે અને વડાપ્રધાન મોદી માટે આ દિવસ રેકોર્ડની દૃષ્ટિએ પણ મહત્વનો બની શકે છે....

Independence Day 2026: દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી આ વર્ષે અમરેલી ખાતે યોજાઈ રહી છે. સ્વાતંત્ર્ય પર્વના પૂર્વ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી પહોંચ્યા હતા. અમરેલી પહોંચ્યા બાદ તેમણે પૌરાણિક શ્રદ્ધાધામ શ્રી નાગનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.

Surat: સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સુરત જિલ્લાના તરસાડી નગર ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ગણપત વસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો, વિદ્યાર્થીઓ, કોર્પોરેટરો, સંગઠનના કાર્યકર્તાઓ તેમજ પોલીસકર્મીઓ જોડાયા હતા.

PM Modi Har Ghar Tiranga 2026: સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ખાસ અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો સંદેશ શેર કરીને લોકોને ‘હર ઘર તિરંગા’ અભિયાનને દરેક ઘરમાં ઉત્સવ તરીકે ઉજવવા આહ્વાન કર્યું છે. ‘હર ઘર તિરંગા’ને ઉત્સવ બનાવો: PM મોદી વીડિયો સંદેશમાં વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને 15 ઓગસ્ટના રોજ ગર્વ અને સન્માન...

દેશભરમાં આજથી ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2022માં શરૂ થયેલું આ અભિયાન હવે દેશભક્તિ અને જનભાગીદારીનું વિશાળ જનઆંદોલન બની ગયું છે. આ વર્ષે 9 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધી દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન યોજાશે.

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસને વધુ વેગ આપવા માટે અંદાજે રૂ. 11 કરોડ 93 લાખના વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. સીસી રોડ, બિલ્ડિંગ વર્ક, કમ્યુનિટી હોલ અને વોટર વર્ક સહિતના વિવિધ પ્રોજેક્ટને લીલી ઝંડી મળતા આગામી સમયમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસકામોને વેગ મળવાની શક્યતા છે.