
ઇન્ડો-તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP)એ મેડિકલ ઓફિસર સહિત વિવિધ 282 જગ્યાઓ પર ભરતી માટે શોર્ટ નોટિફિકેશન જાહેર કર્યું છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 10 ઓગસ્ટ 2026થી શરૂ થશે, જ્યારે અરજી કરવાની અંતિમ તારીખ 8 સપ્ટેમ્બર 2026 નક્કી કરવામાં આવી છે.

સરકારી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક યુવાનો માટે સારા સમાચાર છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા દેશભરના વિવિધ એકમોમાં કુલ 1,450 એપ્રેન્ટિસ પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 12 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

સરકારી નોકરીની તૈયારી કરતા અને સંબંધિત ક્ષેત્રમાં અનુભવ ધરાવતા ઉમેદવારો માટે મહત્વની તક સામે આવી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા વિવિધ કચેરીઓમાં ડેપ્યુટેશનના આધારે કુલ 74 જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારો EPFOની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરાયેલી સૂચના મુજબ અરજી કરી શકે છે.

એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)માં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. AAI દ્વારા મેનેજર સહિત કુલ 389 જગ્યાઓ પર લાયક ઉમેદવારોની ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને અરજીઓ મંગાવવામાં આવી છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 8 ઓગસ્ટથી શરૂ થશે, જ્યારે અરજી કરવાની અંતિમ તારીખ 7 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે.

Gujarat State Tax Inspectors Appointment 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારમાં રાજ્ય કર નિરીક્ષક (સ્ટેટ ટેક્ષ ઇન્સપેક્ટર) તરીકે નવી નિમણૂક મેળવી રહેલા યુવાનોને આહવાન કર્યું કે, નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવીને રાજ્યની આવકમાં વૃદ્ધિ, નવા પ્રોજેક્ટ અને રોકાણો મેળવવા તથા તેના પરિણામે નવી રોજગારીની તકો ઊભી કરવાના તેમણે સંવાહક બનવાનું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિ અને...

ગુજરાત જાહેર સેવા આયોગે સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ રહેલા પરંતુ તેજસ્વી હોય તેવા ઉમેદવારો માટે રોજગારીની તક ઉભી થાય તે માટે ‘અવસર’ મોડ્યૂલ વિકસાવ્યું છે. ગાંધીનગર ગુજરાત જાહેર સેવા આયોગના સચિવ સુધીર પટેલે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. સુધીર પટેલે આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, જીપીએસસીની ભરતી પ્રક્રિયામાં ઈન્ટરવ્યૂ સુધી પહોંચેલા ઉમેદવારો પ્રિલિમ્સ અને મેઈન્સ પરીક્ષા ઉતીર્ણ કરીને ઈન્ટરવ્યૂ માટે પસંદ થયા હોય છે.

7th Pay Commission: પશ્ચિમ બંગાળની નવી સરકારે આજે રાજ્યના કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની નવી સરકારની બીજી કેબિનેટ બેઠકમાં 7મા નાણાપંચની રચનાને મંજૂરી આપવામાં આવી છે. આનો અર્થ એ થયો કે આગામી દિવસોમાં રાજ્યના કર્મચારીઓને વધુ પગાર મળશે. વિધાનસભા ચૂંટણી દરમિયાન, ભાજપે કર્મચારીઓને 7મા પગાર પંચના અમલીકરણનું વચન આપ્યું હતું. નોંધનીય છે કે DA અંગે પણ એક નવું અપડેટ આવ્યું છે.

Passport Types: ભારતમાં પાસપોર્ટનું નામ લેતા જ આપણા મનમાં બ્લુ રંગની નાની બુક આવે છે, પરંતુ ઘણા લોકો નથી જાણતા કે ભારતીય પાસપોર્ટના અલગ-અલગ પ્રકાર હોય છે, જે વ્યક્તિની ભૂમિકા અને હેતુ પ્રમાણે આપવામાં આવે છે. ઘણા ભારતીયો કદાચ જાણતા નહીં હોય કે ભારતમાં વિવિધ પ્રકારના પાસપોર્ટ હોય છે. પાસપોર્ટના કવર જોઇને ઓળખી શકાય થછે કે તે કોઇ સામાન્ય નાગરિકનો...