
Aravalli: શામળાજી બસ સ્ટેશન પરથી ફરજ દરમિયાન નશાની હાલતમાં હોવાના આક્ષેપસર વોલ્વો બસના કન્ડક્ટર સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ચકચાર મચી છે.

Shamlaji Krishna Janmashtami Celebration: શામળાજી મંદિરમાં કાનુડાના જન્મોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ સંખ્યામાં દર્શનાર્થીઓ શામળાજી મંદિર ખાતે ઉમટી પડ્યા છે....

Aravalli: અરવલ્લી જિલ્લાના શામળાજી વિસ્તારમાં આવેલા બોરનાળા ગામની વિવિધ સમસ્યાઓને લઈને ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ ગામમાં આજે પણ મોબાઈલ ટાવર, દવાખાનું, સ્મશાન અને રસ્તા સહિતની જરૂરી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાઓનું નિરાકરણ નહીં આવતાં ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે.

Shamlaji Temple: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાના વિશેષ હિંડોળા મનોરથની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મનોરથને લઈને મંદિર પરિસરમાં ભક્તિમય અને આકર્ષક વાતાવરણ જોવા મળી રહ્યું છે.

અરવલ્લી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મેઘરજ, શામળાજી અને ભિલોડા સહિતના ટ્રાયબલ વિસ્તારોમાં આદિવાસી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે ‘ગુજરાત માજી સૈનિક સંગઠન’ દ્વારા જિલ્લા કક્ષાની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં માજી સૈનિકો તેમજ વીર નારીઓને પડતી વિવિધ સમસ્યાઓ અને લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.