શામળાજીમાં કાનુડાના જન્મોત્સવની ધામધૂમ: ભક્તોના ઘોડાપૂરથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું


Shamlaji Krishna Janmashtami Celebration
શામળાજીમાં કાનુડાના જન્મોત્સવની ધામધૂમ: ભક્તોના ઘોડાપૂરથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું


Shamlaji Krishna Janmashtami Celebration
Shamlaji Krishna Janmashtami Celebration: શામળાજી મંદિરમાં કાનુડાના જન્મોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ સંખ્યામાં દર્શનાર્થીઓ શામળાજી મંદિર ખાતે ઉમટી પડ્યા છે. મંદિર પરિસરમાં ભક્તોના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે. ‘જય રણછોડ, માખણ ચોર’ અને ‘જય કનૈયા લાલકી, હાથી ઘોડા પાલકી’ના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

શોભાયાત્રા મંદિર પરિસરમાં પહોંચતા ભક્તોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. કાનુડાના જન્મોત્સવના વધામણાંને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે જ મટકી ફોડ કાર્યક્રમને લઈને યુવક મંડળો અને ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણીને લઈને શામળાજી ધામમાં ભક્તિ અને ઉત્સવનો માહોલ છવાયો છે.




