
Lioness Death in Bhavnagar: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાંથી વન્યજીવ પ્રેમીઓ માટે ચિંતાજનક ઘટના સામે આવી છે. મહુવાના બોરડી ગામની વાડી વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોક લાગતાં એક સિંહણનું મોત થયું છે. મકાઈના...

Girnar: ગિરનારની નવી સીડી પર ગત મહિને બનેલી દુઃખદ માનવ મૃત્યુની ઘટના બાદ યાત્રાળુઓની સુરક્ષા અને માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટે જૂનાગઢ વન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. વન વિભાગે ગિરનારની નવી સીડી, જૂની સીડી અને દાતાર સીડી વિસ્તારમાં કુલ 25 ટ્રેકર્સને ફરજ પર તૈનાત કર્યા છે.

જૂનાગઢમાં શ્રીરામ ટેકરી નજીક આવેલા સોનાપુરી સ્મશાનગૃહ પાસે મોડી રાત્રે બે બબ્બર સિંહો રસ્તા પર લટાર મારતા જોવા મળતાં ભારે હડકંપ મચ્યો હતો. રાત્રિના અંદાજે 12 વાગ્યાના સમયે સિંહોની હાજરી જોવા મળતાં રસ્તા પરથી પસાર થતા લોકો અને મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો.

Girnar Wildlife Safety: જુનાગઢ શહેરમાં આવેલા ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં ગિરનારની નવી સીડી માર્ગ પર અંદાજે 50માં પગથિયા નજીક એક અત્યંત દુઃખદ ઘટના બની હતી. જેમાં ખેડા જિલ્લાના 11 વર્ષીય મયુર ચૌહાણ ઉપર સિંહે હુમલો કર્યો હતો, જેમાં બાળકનું દુર્ભાગ્યે મૃત્યુ થયું છે. આ ઘટનાની ગંભીર નોંધ લઇ રાજ્ય સરકારનાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ...

જામનગર: ગીર પંથકમાં યુવક પર થયેલા સિંહના હુમલાની ઘટનાને લઈને રાજ્યસભાના સાંસદ પરીમલ નથવાણીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આ ઘટનાને દુઃખદ અને ચિંતાજનક ગણાવી જણાવ્યું કે આવી ઘટનાઓ ટાળવા માટે દરેક વ્યક્તિએ જવાબદારીપૂર્વક વર્તન કરવું જરૂરી છે. પરીમલ નથવાણીએ જણાવ્યું કે સિંહ અને સિંહણના પ્રજનન (મેટિંગ) સમયગાળા દરમિયાન તેઓ વધુ સંવેદનશીલ અને આક્રમક સ્વભાવના બની શકે છે. આવા સમયે...