
Vande Mataram Yuva Udhghosh Ahmedabad: અમદાવાદમાં ત્રિ-દિવસીય ‘વંદે માતરમ યુવા ઉદ્ઘોષ’ અભિયાનનો સમાપન સમારોહ રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તથા વડોદરા લોકસભાના સાંસદ ડૉ. હેમાંગ જોષીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ત્રણ દિવસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓ અને યુવાઓએ વંદે માતરમના સામૂહિક ગાન તથા દેશભક્તિ આધારિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

PM Modi Khelo India Dialogue: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલા ‘ખેલો ઈન્ડિયા ડાયલોગ – ખેલની વાત, વડાપ્રધાન મોદી સાથે’ કાર્યક્રમમાં દેશભરના યુવા ખેલાડીઓ સાથે સંવાદ કર્યો હતો.

PM Modi Independence Day Speech 2026: 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કર્યું. સતત 13મી વખત સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લા પરથી સંબોધન કરતાં PM મોદીએ ‘વંદે માતરમ’, તિરંગો, વિકસિત ભારત, આત્મનિર્ભરતા, યુવા શક્તિ અને દેશના વિકાસના આગામી લક્ષ્યો પર ભાર મૂક્યો. લગભગ 75 મિનિટના સંબોધનમાં તેમણે સરકારની કામગીરી અને ભવિષ્યની દિશા અંગે અનેક...

PM Modi AI Training for Youth: 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાનો માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. PM મોદીએ આગામી એક વર્ષ દરમિયાન એક કરોડ યુવાનોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સ્કિલ્સની તાલીમ આપવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક જાહેર કર્યો છે. આ સાથે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને મફત ઓનલાઈન કોચિંગ આપવાની પણ જાહેરાત કરવામાં...

આંતરરાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે દેશભરના યુવાનોને વિવિધ નેતાઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. યુવાનોની ઊર્જા, પ્રતિભા, નવીનતા અને રાષ્ટ્રનિર્માણમાં તેમની ભૂમિકાને ઉજાગર કરતાં કેન્દ્રીય મંત્રીઓ તથા વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ સંદેશ પાઠવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026’ના સહભાગીઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન ‘માય ભારત’ના સ્વયંસેવકોએ સરહદી ગામોની મુલાકાત દરમિયાન મેળવેલા અનુભવો વડાપ્રધાન સાથે શેર કર્યા અને વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા અંગે પોતાના વિચારો રજૂ કર્યા.

પટણા, 26 જુલાઈ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમને પટણાના કદમકુઆ સ્થિત પીરમોહાની-લોહાનીપુર વિસ્તારમાં સ્થાનિક લોકો અને પોતાના પરિવારજનો સાથે સાંભળ્યો હતો. કાર્યક્રમ બાદ તેમણે કહ્યું કે ‘મન કી બાત’ દેશના લોકો દ્વારા કરવામાં આવી રહેલા નવાચાર, સામાજિક પ્રયાસો અને પર્યાવરણ સંરક્ષણની પહેલને રાષ્ટ્રીય અને વૈશ્વિક ઓળખ અપાવતું અસરકારક માધ્યમ બની ગયું છે.