અમદાવાદમાં ‘વંદે માતરમ યુવા ઉદ્ઘોષ’નો ભવ્ય સમાપન, 1 લાખથી વધુ યુવાઓ જોડાયા

Vande Mataram Yuva Udhghosh Ahmedabad: અમદાવાદમાં ત્રિ-દિવસીય ‘વંદે માતરમ યુવા ઉદ્ઘોષ’ અભિયાનનો સમાપન સમારોહ રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તથા વડોદરા લોકસભાના સાંસદ ડૉ. હેમાંગ જોષીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ત્રણ દિવસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓ અને યુવાઓએ વંદે માતરમના સામૂહિક ગાન તથા દેશભક્તિ આધારિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
Rupin Bakraniya
Rupin Bakraniya
1 / 7
Gallery Image 1

અભિયાનના ત્રીજા દિવસે નારણપુરા અને દાણીલીમડા વોર્ડમાં વિદ્યાર્થીઓએ અનોખી રીતે રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો. નારણપુરામાં 1,200થી વધુ વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવી ભારતના નકશાની વિશાળ પ્રતિકૃતિ તૈયાર કરી હતી. તે જ રીતે દાણીલીમડા વોર્ડમાં પણ 700થી વધુ વિદ્યાર્થીઓએ માનવ સાંકળ દ્વારા ભારતનો નકશો બનાવી રાષ્ટ્ર એકતા અને દેશપ્રેમનો સંદેશ આપ્યો હતો.

2 / 7
Gallery Image 2

ત્રણ દિવસીય અભિયાનની શરૂઆત 31 ઓગસ્ટે થઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 300થી વધુ નગર પ્રાથમિક શાળાઓના 41 હજારથી વધુ વિદ્યાર્થીઓએ સવારે 8:30 કલાકે એકસાથે વંદે માતરમનું ગાન કર્યું હતું. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં એકસાથે યોજાયેલા આ કાર્યક્રમથી સમગ્ર અમદાવાદમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.

3 / 7
Gallery Image 3

1 સપ્ટેમ્બરે અભિયાનના બીજા દિવસે અમદાવાદની 230થી વધુ ખાનગી શાળાઓના 60 હજારથી વધુ વિદ્યાર્થીઓએ એકસાથે વંદે માતરમનું પૂર્ણ ગાન કર્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ભાગીદારીને કારણે અભિયાનને વ્યાપક જનભાગીદારી મળી હતી.

4 / 7
Gallery Image 4

કાર્યક્રમને સંબોધતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે ‘વંદે માતરમ યુવા ઉદ્ઘોષ’ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ દેશના યુવાનોને રાષ્ટ્રભાવના અને એકતાના તાંતણે જોડવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન યુવાનોએ દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું હતું. આજના યુવાનો સામે દેશને વિકસિત અને શક્તિશાળી રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય છે.

5 / 7
Gallery Image 5

ડૉ. હેમાંગ જોષીએ યુવાનોને ‘વિકસિત ભારત-2047’ના સંકલ્પ સાથે જોડાઈને રાષ્ટ્રનિર્માણમાં સક્રિય યોગદાન આપવા આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે યુવાનોમાં જોવા મળી રહેલી ઊર્જા અને રાષ્ટ્રપ્રેમ ભારતના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે. દેશના વિકાસમાં યુવા શક્તિ વધુ સક્રિય ભૂમિકા ભજવે તે જરૂરી હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

6 / 7
Gallery Image 6

નારણપુરામાં યોજાયેલા સમાપન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે ભારતના નકશાની માનવ સાંકળ બનાવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ એકસૂરે ‘વંદે માતરમ’નું પૂર્ણ ગાન કર્યું હતું. કાર્યક્રમના અંતે યુવાનો અને ઉપસ્થિત નાગરિકોને રાષ્ટ્રપ્રેમ, એકતા અને રાષ્ટ્રનિર્માણ માટે સામૂહિક સંકલ્પ લેવા આહવાન કરવામાં આવ્યું હતું.

7 / 7
Gallery Image 7

સમાપન સમારોહમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી નરેશભાઈ દેસાઈ, કર્ણાવતી મહાનગર યુવા મોરચાના અધ્યક્ષ કેતુભાઈ પટેલ, કર્ણાવતી મહાનગર સંગઠનના મંત્રી તથા યુવા મોરચાના પ્રભારી હેમંતભાઈ મઘરે, ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તથા કર્ણાવતી મહાનગર યુવા મોરચાના પ્રભારી સચીનભાઈ પ્રજાપતિ, તેમજ ગુજરાત યુવા મોરચાના ઉપાધ્યક્ષ કુલદીપભાઈ બારોટ સહિત સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

AUTHOR
Rupin Bakraniya

Rupin Bakraniya

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]