
Rajkot: રાજકોટમાં તિરંગા યાત્રા યોજાઈ, પ્રદેશ કક્ષાના નેતાઓની ગેરહાજરી ચર્ચાનો વિષયસ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે 13 ઓગસ્ટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બહુમાળી ભવન ખાતેથી શરૂ થયેલી આ યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ જયુબેલી ચોક ખાતે આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી. યાત્રામાં મોટી સંખ્યામાં રાજકોટના શહેરીજનો જોડાયા હતા અને દેશભક્તિના માહોલ વચ્ચે તિરંગા સાથે રાષ્ટ્રભાવનાની ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટ શહેરમાં દૂષિત પાણીની સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરના ધરમનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી 900થી વધુ મકાનોમાં દૂષિત પાણી આવતું હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે.

રાજકોટ શહેરમાં દૂષિત પાણીના વિતરણનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. શહેરના મેયર ડો. નેહલ શુક્લે સ્વીકાર્યું છે કે શહેરના અમુક વિસ્તારોમાં દૂષિત પાણીના વિતરણની સમસ્યા જોવા મળે છે. જોકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે સમસ્યાના કારણો અંગે મહાનગરપાલિકા સતત અભ્યાસ કરી રહી છે અને જરૂરી સુધારાત્મક પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકા (RMC) અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ગણેશ મહોત્સવને વધુ પર્યાવરણમૈત્રી બનાવવાના હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં આ વર્ષે 10 હજાર સંપૂર્ણ માટીમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિઓનું વિતરણ કરવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ લોકોમાં પ્લાસ્ટર ઓફ પેરિસ (POP)ની મૂર્તિઓના ઉપયોગને ઘટાડીને પર્યાવરણ અને જળાશયોનું સંરક્ષણ કરવાનો છે.