
Telangana : તેલંગાણામાં ગણેશ ઉત્સવના સમાપન સમયે ગણેશ વિસર્જન દરમિયાન અલગ-અલગ દુર્ઘટનાઓમાં 13 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. જ્યારે આ ઘટનાઓમાં 26 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં એક દુઃખદ માર્ગ અકસ્માતમાં ચાર યુવકોના મોત થયા છે. ચારેય યુવકો એક જ મોટરસાઇકલ પર સવાર થઈને અંતિમ સંસ્કારમાં હાજરી આપ્યા બાદ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બાઇક રસ્તાની બાજુમાં આવેલા એક જૂના મકાનની દિવાલ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે દિવાલ ધરાશાયી થઈ ગઈ અને ચારેય યુવકો તેની નીચે દબાઈ ગયા.

જેતપુરના નકલંગ રોડ પર સ્પેસ સ્કૂલ પાછળ એક કરુણ ઘટના સામે આવી છે. અહીં રમતા રમતા ચાર વર્ષનું બાળક બાંધકામ સ્થળે આવેલા પાણીના ટાંકામાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે.