Get News Alerts

Never miss breaking news updates.

Telangana : ગણેશ વિસર્જન દરમિયાન અલગ-અલગ દુર્ઘટનામાં 13 લોકોના મોત, 26 લોકો ઈજાગ્રસ્ત

Telangana : તેલંગાણામાં ગણેશ ઉત્સવના સમાપન સમયે ગણેશ વિસર્જન દરમિયાન અલગ-અલગ દુર્ઘટનાઓમાં 13 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. જ્યારે આ ઘટનાઓમાં 26 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
Kunjan ShuklaUpdated on: 26 Sep 2026 12:07 PM IST
Telangana : ગણેશ વિસર્જન દરમિયાન અલગ-અલગ દુર્ઘટનામાં 13 લોકોના મોત, 26 લોકો ઈજાગ્રસ્તTelangana : ગણેશ વિસર્જન દરમિયાન અલગ-અલગ દુર્ઘટનામાં 13 લોકોના મોત, 26 લોકો ઈજાગ્રસ્ત

Telangana

Telangana : તેલંગાણામાં ગણેશ ઉત્સવના સમાપન સમયે ગણેશ વિસર્જન દરમિયાન અલગ-અલગ દુર્ઘટનાઓમાં 13 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. જ્યારે આ ઘટનાઓમાં 26 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટરનો પણ સમાવેશ થાય છે. તેલંગાણાના ડીજીપી સી.વી. આનંદે આ અંગે માહિતી આપી છે.

અંદાજે 1.24 લાખ ગણેશ પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી હતી

ડીજીપી સી.વી. આનંદના જણાવ્યા અનુસાર, રાજ્યભરમાં ગણેશ વિસર્જન દરમિયાન વિવિધ સ્થળોએ બનેલી અલગ-અલગ ઘટનાઓમાં કુલ 13 લોકોના મોત થયા છે. જ્યારે 26 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જોકે, હાલ આ તમામ મોત અને અકસ્માત કયા સંજોગોમાં થયા તેની વિગતવાર માહિતી સામે આવી નથી. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. ગણેશ ઉત્સવ દરમિયાન તેલંગાણામાં મોટી સંખ્યામાં ગણેશ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી. ડીજીપીએ રાજ્યમાં સ્થાપિત ગણેશ પ્રતિમાઓના આંકડા પણ જાહેર કર્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, સત્તાવાર રીતે રાજ્યભરમાં અંદાજે 1.24 લાખ ગણેશ પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી હતી.

મોટી સંખ્યામાં ભક્તો ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે પહોંચ્યા હતા

આ ઉપરાંત, ઘરો, ગેટેડ કોમ્યુનિટી અને એપાર્ટમેન્ટમાં સ્થાપિત કરવામાં આવેલી ગણેશ પ્રતિમાઓને પણ ગણતરીમાં લેવામાં આવે તો રાજ્યભરમાં કુલ ગણેશ પ્રતિમાઓની સંખ્યા આશરે 3.5 લાખથી 4 લાખ વચ્ચે હોવાનો અંદાજ છે. ગણેશ ઉત્સવના સમાપન બાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં ભક્તો ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં લોકોની હાજરીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપન માટે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

તેમ છતાં વિસર્જન દરમિયાન અલગ-અલગ સ્થળોએ બનેલી ઘટનાઓમાં 13 લોકોના મોત અને 26 લોકો ઈજાગ્રસ્ત થતાં તહેવારના માહોલમાં દુઃખની લાગણી ફેલાઈ છે. મૃતકોમાં પોલીસ સબ-ઈન્સ્પેક્ટરનો પણ સમાવેશ થવાથી પોલીસ વિભાગમાં પણ શોકનો માહોલ છે. હાલ અકસ્માતોના ચોક્કસ કારણો અને મૃતકો તથા ઈજાગ્રસ્તોની ઓળખ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો : દિનદયાળ ઉપાધ્યાય જયંતીએ PM મોદી ભજન ક્લબિંગમાં જોડાયા, ઢપલી વગાડી ભજનોમાં ઝૂમ્યા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.