
Arvalli જિલ્લામાં બેફામ બાઈક રેસિંગ કરતા યુવકો સામે ટીંટોઈ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. દધાલિયા ગામમાં જાહેર રસ્તા પર આશરે 15 જેટલી બાઇકો સાથે યુવકો રેસિંગ કરતા હતા.

Arvalli જિલ્લામાં ગેરકાયદે દારૂના ઉત્પાદન સામે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. રાજલી ગામની સીમમાં તળાવની પાળ નજીક ઝાડી-ઝાંખરામાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીનો ટીંટોઈ પોલીસે પર્દાફાશ કર્યો.

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના એક ગામમાં 15 વર્ષીય સગીરા સાથે છેડતી કર્યાના આક્ષેપ સાથે ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા, પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.