
Commonwealth Games Flag Gujarat: ગુજરાતમાં આગામી 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ-CWG રમતોત્સવની ઔપચારિક તૈયારીઓ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ફિટ ઈન્ડિયાના મંત્રને વધુ વેગ મળશે. ગ્લાસગો CWGનું સમાપન થતાં કોમનવેલ્થ ગેમ્સ ફ્લેગ આગામી 2030માં CWGના યજમાન રાજ્ય તરીકે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીને ગ્લાસગોમાં સોંપવામાં આવ્યો હતો. આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ સાથે કુલ...

કોમનવેલ્થ ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શન કરી દેશનું ગૌરવ વધારનારી ભારતીય ટીમનું મંગળવારે દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેલાડીઓના સ્વાગત માટે મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ, પરિવારજનો, રમત અધિકારીઓ અને સમર્થકો એરપોર્ટ પહોંચ્યા હતા. ઢોલ-નગારાં, ફૂલહાર અને ભારત માતાના જયઘોષ વચ્ચે ખેલાડીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

ગ્લાસગો (સ્કૉટલૅન્ડ): મનવેલ્થ ગેમ્સની ભાલાફેંક સ્પર્ધામાં ભારે પવન ખેલાડીઓ માટે સૌથી મોટો પડકાર બન્યો હતો. પવનની સતત બદલાતી દિશાને કારણે કોઈપણ ખેલાડી 84 મીટરનું ઓટોમેટિક ક્વોલિફિકેશન પાર કરી શક્યો નહોતો. તેમ છતાં ભારતના સ્ટાર જાવેલિન થ્રોઅર નીરજ ચોપડા, રોહિત યાદવ અને યશવીર સિંહે શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. સ્પર્ધા દરમિયાન ભારતીય દર્શકોમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ગ્લાસગોના...

કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું ગૌરવ વધારનાર પાવરલિફ્ટિંગ એથ્લીટ ઝંડુ કુમારના પ્રદર્શનથી તેમના કોચ રાજિન્દર સિંહ રેહલુએ ખુશી વ્યક્ત કરી છે. ઝંડુ કુમાર વર્ષ 2023થી SAI ગાંધીનગરમાં તાલીમ લઈ રહ્યા છે. કોચે જણાવ્યું કે ઝંડુની મહેનત, સમર્પણ અને SAI ગાંધીનગરના અનુકૂળ વાતાવરણને કારણે આ મોટી સિદ્ધિ હાંસલ થઈ છે.

Gyaneshwari Devi Commonwealth Games 2026 Silver: કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત છે. મહિલા વેઇટલિફ્ટર જ્ઞાનેશ્વરી દેવીએ 53 કિલોગ્રામ વજન વર્ગમાં સિલ્વર મેડલ જીતતાં ભારતના ખાતામાં પાંચમો મેડલ ઉમેર્યો છે. આ સ્પર્ધામાં નાઈજીરિયાની ઓનોમે ઓમોલોલા ડિડિહએ ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે કેનેડાની રેબેકા ગ્રાઉલક્સ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી. આ પરિણામ બાદ ભારત પાંચ મેડલ સાથે મેડલ ટેલીમાં આઠમા...

ભારતની સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ 2026ની કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. મીરાબાઈ ચાનુએ મહિલાઓની 48 કિગ્રા વેઈટલિફ્ટિંગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ સાથે તેમણે કોમનવેલ્થ ગેમ્સમાં સતત ત્રીજી વખત ગોલ્ડ મેડલ જીતીને ઐતિહાસિક હેટ્રિક પૂર્ણ કરી છે.

કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના મેડલ ટેલીમાં વધુ એક મેડલનો ઉમેરો થયો છે. ભારતીય વેઇટલિફ્ટર ચનંબમ ઋષિકાંત સિંહે પુરુષોની 60 કિગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેમણે કુલ 264 કિગ્રા વજન ઉઠાવીને પોડિયમ પર બીજું સ્થાન મેળવ્યું. આ સાથે ભારતે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં પોતાનું બીજું મેડલ જીત્યું છે.