WPL 2027: WPL 2027ના શેડ્યૂલની જાહેરાત, 14 જાન્યુઆરીથી થશે શરૂઆત, 2 શહેરમાં રમાશે 22 મેચ


WPL 2027: WPL 2027નું શેડ્યૂલ જાહેર
WPL 2027: WPL 2027ના શેડ્યૂલની જાહેરાત, 14 જાન્યુઆરીથી થશે શરૂઆત, 2 શહેરમાં રમાશે 22 મેચ


WPL 2027: WPL 2027નું શેડ્યૂલ જાહેર
WPL 2027: વુમન્સ પ્રીમિયર લીગ 2027ના પાંચમા સીઝનના શેડ્યૂલની ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટ 14 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી, 2027 સુધી રમાશે. આ વખતે કુલ 5 ટીમ ટાઈટલ માટે જંગ જામશે.
ટૂર્નામેન્ટની તમામ 22 મેચ ગુજરાતના વડોદરા અને મહારાષ્ટ્રના મુંબઈ એમ 2 શહેરોમાં યોજાશે. બંને શહેરોને 11-11 મેચની યજમાની સોંપવામાં આવી છે. તાજેતરમાં જ કોચીમાં WPL 2027 માટે ખેલાડીઓનો ઓક્શન યોજાયો હતો.
RCB અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે થશે પ્રથમ મેચ
WPL 2027ની શરૂઆત 14 જાન્યુઆરીએ વડોદરાથી થશે. પ્રથમ મેચમાં વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પૂર્વ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI) આમને-સામને ટકરાશે. વડોદરામાં ટૂર્નામેન્ટની પ્રથમ મેચ14થી 24 જાન્યુઆરી દરમિયાન રમાશે. આ દરમિયાન કુલ 11 મેચનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ ટૂર્નામેન્ટ મુંબઈ પહોંચશે.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">🥁 Mark your calendars, folks 🗓️
#TATAWPL 2027 fixtures are out with defending champions @RCBTweets and @mipaltan kicking things off in Vadodara 🥳
Which match are you looking forward to the most? 🤔 https://t.co/plbt6PLPFj</p>— Women's Premier League (WPL) (@wplt20) <a href="https://x.com/wplt20/status/2117969099800318295?ref_src=twsrc%5Etfw">November 4, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
મુંબઈમાં રમાશે ટૂર્નામેન્ટની અંતિમ 11 મેચ
વડોદરામાં પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ 26 જાન્યુઆરીથી મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં બીજી તબક્કાની મેચો રમાશે. અહીં 3 ફેબ્રુઆરી સુધી લીગ સ્ટેજની મેચ યોજાશે. ત્યારબાદ પ્લેઓફની શરૂઆત થશે.
પોઈન્ટ ટેબલમાં બીજા અને ત્રીજા નંબરે રહેનારી ટીમો વચ્ચે 5 ફેબ્રુઆરીએ એલિમિનેટર મેચ રમાશે. આ મેચ જીતનારી ટીમ ફાઈનલમાં પ્રવેશ મેળવશે. જ્યારે લીગ સ્ટેજમાં પ્રથમ સ્થાન મેળવનારી ટીમને સીધી ફાઈનલમાં પહોંચવાની તક મળશે.
7 ફેબ્રુઆરીએ રમાશે ફાઈનલ મેચ
WPL 2027ની ફાઈનલ મેચ 7 ફેબ્રુઆરી, રવિવારના રોજ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. BCCIના શેડ્યૂલ મુજબ ટૂર્નામેન્ટની તમામ 22 મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. હવે ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB સહિત પાંચેય ટીમ આગામી સિઝનમાં ખિતાબ જીતવા માટે મેદાનમાં ઉતરશે. વિમેન્સ ક્રિકેટની આ લોકપ્રિય લીગમાં ફરી એકવાર સ્ટાર ખેલાડીઓના પ્રદર્શન પર ફેન્સની નજર રહેશે.
આ પણ વાંચો: Virat Kohli: વિરાટ કોહલીના નામે વધુ એક ઐતિહાસિક રેકોર્ડ, વનડેમાં આ સિદ્ધિ મેળવનારા પ્રથમ બેટ્સમેન





