Virat Kohli: વિરાટ કોહલીના નામે વધુ એક ઐતિહાસિક રેકોર્ડ, વનડેમાં આ સિદ્ધિ મેળવનારા પ્રથમ બેટ્સમેન


Virat Kohli: વિરાટ કોહલીનો ઐતિહાસિક રેકોર્ડ
Virat Kohli: વિરાટ કોહલીના નામે વધુ એક ઐતિહાસિક રેકોર્ડ, વનડેમાં આ સિદ્ધિ મેળવનારા પ્રથમ બેટ્સમેન


Virat Kohli: વિરાટ કોહલીનો ઐતિહાસિક રેકોર્ડ
Virat Kohli: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે સિરીઝની પ્રથમ મેચમાં વિરાટ કોહલીએ બેટિંગમાં ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. તેને વનડે ક્રિકેટમાં એક જ બેટિંગ પોઝિશન પર 13 હજાર રન પૂરા કરનાર વર્લ્ડના પ્રથમ બેટ્સમેન બનવાની સિદ્ધિ મેળવી છે.
ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરતાં 185 રનમાં ઓલઆઉટચ થઈ ગઈ હતી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને રોહિત શર્મા પ્રથમ ઓવરમાં જ એક રનના સ્કોરે આઉટ થયો હતો. ત્યારબાદ ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા વિરાટ કોહલીએ પોતાની ઈનિંગ દરમિયાન 12મો રન પૂરો કરતાં જ વનડેમાં નંબર-3 પર 13 હજાર રનનો આંકડો પાર કર્યો હતો.
નંબર 3 પર 13 હજાર રન બનાવનાર પ્રથમ બેટ્સમેન
વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં એક જ બેટિંગ પોઝિશન પર 13 હજાર કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો છે. તેને અત્યાર સુધી નંબર-3 પર 254 મેચની 251 ઈનિંગમાં બેટિંગ કરીને 61થી વધુની એવરેજથી 13,005 રન બનાવ્યા છે.
આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ બીજા નંબરે છે. તેને નંબર-3 પર 12,662 રન બનાવ્યા છે. જ્યારે શ્રીલંકાના કુમાર સંગાકારા 9,747 રન સાથે ત્રીજા સ્થાને છે.
નંબર-3 પર સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન
વિરાટ કોહલી (ભારત) – 13,005 રન*
રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) – 12,662 રન
કુમાર સંગાકારા (શ્રીલંકા) – 9,747 રન
જેક કાલિસ (સાઉથ આફ્રિકા) – 7,774 રન
કેન વિલિયમસન (ન્યૂઝીલેન્ડ) – 6,504 રન
ફિલ્ડિંગમાં પણ વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન
બેટિંગ ઉપરાંત વિરાટ કોહલીએ ફિલ્ડિંગમાં પણ પોતાની છાપ છોડી હતી. ન્યૂઝીલેન્ડની ઈનિંગ દરમિયાન અંશુલ કંબોજની બોલિંગમાં તેને બીજી સ્લિપમાં નાથન સ્મિથનો શાનદાર કેચ પકડ્યો હતો. તેના આ કેચ બાદ ભારતીય ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં વિરાટ કોહલી પાસે પોતાની આ યાદગાર સિદ્ધિઓમાં વધુ કેટલાક રેકોર્ડ ઉમેરવાની તક રહેશે.
આ પણ વાંચો: Asian Para Games 2026: એશિયન પેરા ગેમ્સમાં ભારતનો ડંકો, PM મોદી 5 નવેમ્બરે ખેલાડીઓ સાથે કરશે વાતચીત





