Ind Vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડ સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, સ્ટાર ખેલાડી થયો ફિટ!


Ind Vs NZ: પ્રસિદ્ધ કૃષ્ણા ટીમ ઈન્ડિયા સાથે જોડાશે?
Ind Vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડ સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, સ્ટાર ખેલાડી થયો ફિટ!


Ind Vs NZ: પ્રસિદ્ધ કૃષ્ણા ટીમ ઈન્ડિયા સાથે જોડાશે?
Ind Vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 4 નવેમ્બરથી શરૂ થનારી વનડે સિરીઝ પહેલાં ભારતીય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ડાબા પગની હેમસ્ટ્રિંગની ઈજાને કારણે તે 5 મેચની વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. પરંતુ આગામી ટેસ્ટ સિરીઝ પહેલાં તેની વાપસીની શક્યતા છે.
મીડિયા રિપોર્ટ મુજબ પ્રસિદ્ધ કૃષ્ણા બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE)માં રિહેબિલિટેશન કરી રહ્યો છે. 1 અને 2 નવેમ્બરે તેના સિમ્યુલેશન ટેસ્ટ થવાના હતા. આ ટેસ્ટ બાદ તેમની મેચમાં વાપસી અંગે નિર્ણય લેવામાં આવવાનો હતો. પરંતુ તેને સંપૂર્ણ મેચ ફિટ જાહેર કરવામાં આવ્યા હોવાની સત્તાવાર પુષ્ટિ હજુ સ્પષ્ટ નથી.
ભારત-A તરફથી રમી શકે છે પ્રસિદ્ધ કૃષ્ણા
પ્રસિદ્ધ કૃષ્ણા વહેલી તકે ન્યૂઝીલેન્ડ પહોંચીને ભારત-A અને ન્યૂઝીલેન્ડ-A વચ્ચેની ત્રીજી અને અંતિમ ચાર દિવસીય અનૌપચારિક ટેસ્ટ મેચમાં રમવાનો પ્રયાસ કરી શકે છે. આ મેચ 7થી 10 નવેમ્બર દરમિયાન લિંકનમાં રમાવાનો છે.
પરંતુ આ મેચમાં રમવા માટે તેને BCCIના રિટર્ન ટુ પ્લે (RTP) ફિટનેસ ટેસ્ટને પાસ કરવું જરૂરી છે. ભારત-A તરફથી રમવાથી તેમને આગામી ટેસ્ટ સિરીઝ પહેલાં પોતાની મેચ ફિટનેસ ચકાસવાની તક મળી શકે છે.
વનડે સિરીઝ પહેલાં ઈજાને કારણે બહાર થયો
30 વર્ષનો પ્રસિદ્ધ કૃષ્ણા ડાબા પગની હેમસ્ટ્રિંગની ઈજાથી હેરાન હતો. આ કારણે તે ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચની વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. સિરીઝની પ્રથમ મેચ 4 નવેમ્બરે ઓકલેન્ડમાં રમાશે.
BCCIના જણાવ્યા અનુસાર, પ્રસિદ્ધને સ્પર્ધાત્મક ક્રિકેટમાં વાપસી કરતાં પહેલાં બોલિંગનો જરૂરી વર્કલોડ વધારવા માટે વધુ સમયની જરૂર છે. તેથી તેને વનડે સિરીઝમાં સામેલ કરવામાં આવ્યો નથી.
19 નવેમ્બરથી ટેસ્ટ સિરીઝનો પ્રારંભ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમાવાની છે. પ્રથમ ટેસ્ટ 19થી 23 નવેમ્બર દરમિયાન વેલિંગ્ટનમાં રમાશે, જ્યારે બીજી ટેસ્ટ 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન ક્રાઈસ્ટચર્ચમાં યોજાશે.
પ્રસિદ્ધ કૃષ્ણા ટેસ્ટ ટીમનો ભાગ છે. જો તેઓ સમયસર સંપૂર્ણ ફિટનેસ મેળવી લે છે અને ભારત-A તરફથી મેચ રમે, તો ટેસ્ટ સિરીઝ પહેલાં ટીમને તેની બોલિંગનો લાભ મળી શકે છે. હવે તેની વાપસી અંગે અંતિમ નિર્ણય ફિટનેસ ટેસ્ટ અને ટીમ મેનેજમેન્ટની યોજના પર નિર્ભર રહેશે.
આ પણ વાંચો: Hardik Pandya: હાર્દિક પંડ્યાની ટીમ ઈન્ડિયામાં સીધી એન્ટ્રી નહીં થાય? કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું નિવેદન





