Get News Alerts

Never miss breaking news updates.

WPL 2027 પહેલા અનુભવી ખેલાડીઓ થયા રિલીઝ, જુઓ રિટેન્શન લિસ્ટ

WPL 2027 સીઝન આવતા વર્ષે 14 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી રમાશે. આ સીઝન પહેલા બધી ટીમના રીટેન્શન લિસ્ટ સામે આવ્યા છે, જેમાં ઘણા આશ્ચર્યજનક નામનો સમાવેશ થાય છે.
Nancy ShuklaUpdated on: 28 Sep 2026 05:40 PM IST
WPL 2027 પહેલા અનુભવી ખેલાડીઓ થયા રિલીઝ, જુઓ રિટેન્શન લિસ્ટWPL 2027 પહેલા અનુભવી ખેલાડીઓ થયા રિલીઝ, જુઓ રિટેન્શન લિસ્ટ

WPL 2027

WPL 2027: વિમેન્સ પ્રીમિયર લીગ માટે 28 સપ્ટેમ્બરનો દિવસ મહત્વપૂર્ણ રહ્યો. બધી ટીમનું રીટેન્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઘણી અગ્રણી અને મહત્વપૂર્ણ ખેલાડીઓને રિલીઝ કરવામાં આવ્યા છે. સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપ હેઠળની વર્તમાન ચેમ્પિયન RCBએ પણ 4 ખેલાડીઓને રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે 6 ખેલાડીઓને રિલીઝ કર્યા છે.

RCB એ ગ્રેસ હેરિસ અને લિન્સી સ્મિથને કર્યા રિલીઝ

સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની વિમેન્સ પ્રીમિયર લીગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આગામી વર્ષની ટુર્નામેન્ટ પહેલા ગ્રેસ હેરિસ, લિન્સે સ્મિથ, હેમલતા અને ગૌતમી નાયકને રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન સૌથી મોટી ચર્ચા એલિસ પેરીની હતી, જે ગયા વર્ષની ટુર્નામેન્ટ માટે RCBની ટીમનો ભાગ હતી પરંતુ અચાનક કોઈ કારણોસર તેને નામ પાછું ખેંચી લીધું હતું. હવે સમાચાર સામે આવ્યા છે કે તે આગામી સીઝનમાં રમવા માટે સંમત થઈ ગઈ છે અને ટીમ સાથે રહેશે.

આયુષી સોની, તિતાસ સાધુ અને શિવાની સિંહ પણ રિલીઝ થયા

ગુજરાત જાયન્ટ્સે ડેની વ્યાટ-હોજ, આયુષી સોની, તિતાસ સાધુ અને શિવાની સિંહને રિલીઝ કર્યા છે. મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સે પણ 6-6 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. યુપી વોરિયર્સે શ્વેતા સેહરાવત સહિત 9 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. જેમીમાની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સે અલાના કિંગ, એડલા સૃજના, લિઝેલ લી, પ્રગતિ સિંહ, સ્નેહ રાણા અને તાનિયા ભાટિયાને રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.

યુપી વોરિયર્સે 9 ખેલાડીઓને રિલીઝ કર્યા

યુપી વોરિયર્સની વાત કરીએ તો, ટીમે તેના 9 ખેલાડીઓને છોડી દેવાનું કહ્યું છે. તેમાં ડિએન્ડ્રા ડોટિન, ક્લો ટ્રાયન, ચાર્લી નોટ અને એમી જોન્સ જેવા વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. રિલીઝ કરાયેલા ભારતીય ખેલાડીઓમાં શ્વેતા સેહરાવતને સૌથી અગ્રણી માનવામાં આવે છે. ટીમે આશા સોભના, કિરણ નવગિરે, જી ત્રિશા અને સુમન મીનાને પણ રિલીઝ કર્યા છે.

મુંબઈ ઈન્ડિયન્સે 6 ખેલાડીઓને રિલીઝ કર્યા

2 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ, જેની કેપ્ટનશીપ હરમનપ્રીત કૌરે કરી હતી, તેને 5 ભારતીય અને 1 વિદેશી ખેલાડીને રિલીઝ કરી છે, મિલી ઈલિંગવર્થ, જી. કમાલિની, સાઈકા ઈશાક, ક્રાંતિ રેડ્ડી, પૂનમ ખેમનર અને ત્રિવેણી વશિષ્ઠ.

આવતા વર્ષની WPL સીઝન 14 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી ચાલશે

આગામી વર્ષની વિમેન્સ પ્રીમિયર લીગ 14 જાન્યુઆરીથી શરૂ થશે, જેની ફાઈનલ મેચ 9 ફેબ્રુઆરીએ રમાશે. તે પહેલાં ખેલાડીઓના ઓક્શન 28 ઓક્ટોબરે કોચીમાં થશે. આજે ખાલી પડેલી જગ્યાઓ નવા ખેલાડીઓ દ્વારા ભરવામાં આવશે, જ્યારે આજે રિલીઝ કરાયેલી ખેલાડીઓ ઓક્શનમાં પાછા ફરશે, જે તેમની નવી ટીમો માટે માર્ગ મોકળો કરશે.

દિલ્હી કેપિટલ્સ

રિલીઝ થયેલા ખેલાડીઓ: અલાના કિંગ, લિઝેલ લી, સ્નેહ રાણા, તાનિયા ભાટિયા, પ્રગતિ સિંહ, એડલા શ્રુજાના

રિટેન કરાયેલા ખેલાડીઓ: એનાબેલ સધરલેન્ડ, ચિનેલ હેનરી, લૌરા વોલ્વાર્ડ, લ્યુસી હેમિલ્ટન, મેરિઝાન કેપ, દિયા યાદવ, જેમિમા રોડ્રિગ્સ, મમતા મદિવાલા, મિન્નુ મણિ, એન શ્રી ચરણી, નંદની શર્મા, નિકી પ્રસાદ, શેફાલી વર્મા.

ગુજરાત જાયન્ટ્સ

રિલીઝ થયેલા ખેલાડીઓ: ડેની વ્યાટ-હોજ, આયુષી સોની, તિતાસ સાધુ, શિવાની સિંહ

રિટેન કરાયેલા ખેલાડીઓઃ એશલે ગાર્ડનર, બેથ મૂની, જ્યોર્જિયા વેરહેમ, કિમ ગાર્થ, સોફી ડિવાઈન, અનુષ્કા શર્મા, ભારતી ફુલમાલી, હેપ્પી કુમારી, જીંતિમણી કલિતા, કનિકા આહુજા, કાશ્વી ગૌતમ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ, તનુજા કંવર, યસ્તિકા ભાટિયા.

મુંબઈ ઈન્ડિયન્સ

રિલીઝ કરેલા ખેલાડીઓ: મિલી ઈલિંગવર્થ, જી કમલિની, ક્રાંતિ રેડ્ડી, પૂનમ ખેમનાર, સાયકા ઈશાક, ત્રિવેણી વશિષ્ઠ

રિટેન કરાયેલા ખેલાડીઓઃ મેલી કેર, હેલી મેથ્યુઝ, નેટ સાયવર-બ્રન્ટ, નિકોલા કેરી, અમનજોત કૌર, હરમનપ્રીત કૌર, રાહિલા ફિરદૌસ, એસ સજના, સંસ્કૃતિ ગુપ્તા, શબનમ ઈસ્માઈલ, વૈષ્ણવી શર્મા

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ

રિલીઝ કરેલા ખેલાડીઓ: ગ્રેસ હેરિસ, લિન્સે સ્મિથ, ડી હેમલતા, ગૌતમી નાયક

રિટેન કરાયેલા ખેલાડીઓ: એલિસ પેરી, જ્યોર્જિયા વોલ, લોરેન બેલ, નાદીન ડી ક્લાર્ક, અરુંધતિ રેડ્ડી, પૂજા વસ્ત્રાકર, પ્રથ્યોષા કુમાર, પ્રેમા રાવત, રાધા યાદવ, રિચા ઘોષ, સયાલી સતઘરે, શ્રેયંકા પાટિલ, સ્મૃતિ મંધાના.

યુપી વોરિયર્સ

રિલીઝ કરેલા ખેલાડીઓ: એમી જોન્સ, ચાર્લી નોટ, ક્લો ટ્રાયોન, ડિએન્ડ્રા ડોટિન, આશા સોભના, જી ત્રિશા, કિરણ નવગિરે, શ્વેતા સેહરાવત, સુમન મીના.

રિટેન કરાયેલા ખેલાડીઓઃ મેગ લેનિંગ, ફોબી લિચફિલ્ડ, સોફી એક્લેસ્ટોન, તારા નોરિસ, દીપ્તિ શર્મા, હરલીન દેઓલ, ક્રાંતિ ગૌડ, પ્રતિકા રાવલ, શિખા પાંડે, શિપ્રા ગિરી, સિમરન શેખ.

આ પણ વાંચો: Shubman Gillએ સ્ટાર ખેલાડીને ગેમ ચેન્જર ગણાવ્યો, વિરાટ કોહલીની કરી પ્રશંસા

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.