Get News Alerts

Never miss breaking news updates.

વિરાટ કોહલી પાસે સચિન તેંડુલકરના 2 સૌથી મોટા રેકોર્ડ તોડવાની તક, આ મામલે નંબર 1 ખેલાડી બનશે

Virat Kohli: ભારતીય ટીમ 27 સપ્ટેમ્બરથી ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામે 3 મેચની ODI સિરીઝ રમવાની છે. વિરાટ કોહલી પાસે સચિન તેંડુલકરના 2 મોટા રેકોર્ડ તોડવાની તક હશે.
Nancy ShuklaUpdated on: 24 Sep 2026 02:40 PM IST
વિરાટ કોહલી પાસે સચિન તેંડુલકરના 2 સૌથી મોટા રેકોર્ડ તોડવાની તક, આ મામલે નંબર 1 ખેલાડી બનશેવિરાટ કોહલી પાસે સચિન તેંડુલકરના 2 સૌથી મોટા રેકોર્ડ તોડવાની તક, આ મામલે નંબર 1 ખેલાડી બનશે

Virat Kohli

Virat Kohli: ભારતીય ક્રિકેટ ટીમનું આગામી મહિનાઓમાં બિઝી શેડ્યૂલ છે, જેની શરૂઆત 27 સપ્ટેમ્બરથી વેસ્ટ ઈન્ડીઝ સામે ઘરેલુ મેદાન પર 3 મેચની ODI સિરીઝથી થશે . આ ODI સિરીઝની પહેલી મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.

ભારતીય ટીમ 2027 ODI વર્લ્ડકપ માટે તૈયારી કરી રહી છે, ત્યારે બધાની નજર આ ODI સિરીઝમાં વિરાટ કોહલીના પ્રદર્શન પર રહેશે. તેની પાસે સચિન તેંડુલકરના 2 મુખ્ય રેકોર્ડ તોડવાની શાનદાર તક છે, જેમાં ODI ફોર્મેટમાં ઘરઆંગણે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનવાનો પણ સમાવેશ થાય છે.

વિરાટ કોહલી 59 રન બનાવતાની સાથે જ 15,000 વનડે રન પૂરા કરી લેશે

વિશ્વ ક્રિકેટના મહાન બેટ્સમેનોમાંથી એક ગણાતો વિરાટ કોહલીના નામે ODI ફોર્મેટમાં અસંખ્ય રેકોર્ડ છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની આગામી 3 મેચની ODI સિરીઝમાં વિરાટ કોહલી પાસે ઘણા વધુ રેકોર્ડ તોડવાની તક હશે.

વિરાટ કોહલીએ પોતાના ODI કરિયરમાં પહેલાથી જ 14,941 રન બનાવ્યા છે. જો વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI સિરીઝમાં 59 વધુ રન બનાવવામાં સફળ રહે છે, તો તે સચિન તેંડુલકર પછી ODI માં 15,000 કે તેથી વધુ રન બનાવનાર બીજો ખેલાડી બનશે. વિરાટ કોહલી આ સિદ્ધિ સુધી પહોંચનાર સૌથી ઝડપી ખેલાડી પણ બનશે.

ઘરઆંગણે ODIમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવવાની તક

ઘરઆંગણે વનડે ફોર્મેટમાં વિરાટ કોહલીનું બેટ જોરથી બોલતું જોવા મળ્યું છે. જો વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 મેચની વનડે સિરીઝમાં 110 રન બનાવી લે છે, તો તે ઘરઆંગણે વનડે ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે.

હાલમાં, આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે, જેને ભારતમાં 164 વનડે રમીને 48.11 ની એવરેજથી 6976 રન બનાવ્યા હતા. જો વિરાટ કોહલીની વાત કરીએ, તો અત્યાર સુધી તે ઘરઆંગણે 130 વનડેની 127 ઈનિંગમાં બેટિંગ કરતી વખતે 62.42 ની એવરેજથી 6867 રન બનાવી શક્યો છે.

આ પણ વાંચો: Ind Vs WI: વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટ ટીમ ભારત પહોંચી, રમાશે 8 મેચ, જાણો ડિટેલ્સ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.