Get News Alerts

Never miss breaking news updates.

Tushar Deshpandeએ હેટ્રિક લઈને મચાવી ધૂમ, 7 ઓવરમાં લીધી 5 વિકેટ

Tushar Deshpande: રણજી ટ્રોફીમાં મુંબઈ તરફથી રમતા તુષાર દેશપાંડેએ ચંદીગઢ સામે હેટ્રિક લઈને ધૂમ મચાવી દીધી. તેને 3 નહીં પણ 5 વિકેટ લીધી હતી, જેનાથી વિરોધી ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ.
Nancy ShuklaUpdated on: 12 Oct 2026 06:36 PM IST
Tushar Deshpandeએ હેટ્રિક લઈને મચાવી ધૂમ, 7 ઓવરમાં લીધી 5 વિકેટTushar Deshpandeએ હેટ્રિક લઈને મચાવી ધૂમ, 7 ઓવરમાં લીધી 5 વિકેટ

Tushar Deshpande

Tushar Deshpande: રણજી ટ્રોફી 2026ની મેચ રોમાંચક હોય છે. મુંબઈ અને ચંદીગઢ વચ્ચેની મેચમાં મુંબઈએ શરૂઆતમાં હાઈ સ્કોર બનાવ્યો હતો, પછી બોલિંગ આવી ત્યારે તેમને વિરોધી ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી. ખાસ કરીને ઝડપી બોલર તુષાર દેશપાંડેએ 3 બોલમાં 3 વિકેટ, હેટ્રિક લઈને ધૂમ મચાવી હતી. તેને ચંદીગઢની કમર તોડી નાખી, 5 વિકેટ લીધી.

મુંબઈએ પહેલા બેટિંગ કરીને 429 રન બનાવ્યા

મુંબઈ અને ચંદીગઢ વચ્ચે એલિટ ગ્રુપ D રણજી ટ્રોફી મેચ રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 429 રન બનાવ્યા. મુશીર ખાને 65, સિદ્ધેશ લાડે 86, તનુષ કોટિયાને 58 અને મોહિત અવસ્થીએ 56 રન બનાવ્યા. ટીમના કોઈપણ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યા નહીં, પરંતુ તેમને ટીમને નોંધપાત્ર સ્કોર સુધી પહોંચવામાં મદદ કરવા માટે નાનું યોગદાન આપ્યું. ઓપનર અને સ્ટાર ખેલાડી યશસ્વી જયસ્વાલ શૂન્ય રને આઉટ થયો.

તુષાર દેશપાંડેએ ઈનિંગની 11મી ઓવરમાં 3 બોલમાં 3 વિકેટ લીધી

જ્યારે ચંદીગઢ બેટિંગ કરવા આવી, ત્યારે ઝડપી બોલર તુષાર દેશપાંડેએ ધૂમ મચાવી. તેને પહેલા અર્સલાન ખાનને ફક્ત 2 રન પર આઉટ કર્યો અને પછી એક પછી એક વિકેટો લેતા રહ્યો. ઈનિંગની 11મી ઓવરમાં તુષાર દેશપાંડેએ 3 બોલમાં 3 વિકેટ લીધી. તેને ઓવરના ત્રીજા બોલ પર અર્જુન આઝાદને આઉટ કર્યો. તેને ઓવરના ચોથા બોલ પર શિવમ ભમ્મરને આઉટ કર્યો. પછી તેને પાંચમા બોલ પર દીપેન્દ્ર કુશને આઉટ કરીને તેની હેટ્રિક પૂર્ણ કરી.

પહેલી ઈનિંગના આધારે મુંબઈને મોટી લીડ મળશે

ચંદીગઢે 8 વિકેટ ગુમાવી દીધી ત્યાં સુધીમાં તુષાર દેશપાંડેએ 5 ઓવર ફેંકી દીધી હતી. આ સમયગાળા દરમિયાન તેને ફક્ત 7 ઓવર ફેંકી અને 5 વિકેટ લીધી. જેના કારણે અડધી ટીમ માત્ર 78 રનમાં ઓલ આઉટ થઈ ગઈ.

આ પણ વાંચો: Arshdeep Singhએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં ટિમ સાઉથીનો તોડ્યો રેકોર્ડ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.