Get News Alerts

Never miss breaking news updates.

Sanju Samsonએ T20Iમાં મચાવી ધૂમ, આ સિદ્ધિ મેળવનાર માત્ર છઠ્ઠો ભારતીય બન્યો

Sanju Samson: ભારતીય વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસને વેસ્ટ ઈન્ડિઝ સામેની ચોથી ટી20આઈમાં માત્ર 23 બોલમાં 56 રન ફટકારીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. તેને સિક્સરની સદી પૂર્ણ કરી.
Nancy ShuklaUpdated on: 15 Oct 2026 05:26 PM IST
Sanju Samsonએ T20Iમાં મચાવી ધૂમ, આ સિદ્ધિ મેળવનાર માત્ર છઠ્ઠો ભારતીય બન્યોSanju Samsonએ T20Iમાં મચાવી ધૂમ, આ સિદ્ધિ મેળવનાર માત્ર છઠ્ઠો ભારતીય બન્યો

Sanju Samson

Sanju Samson: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 સિરીઝની ચોથી મેચમાં ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસને માત્ર 23 બોલમાં 56 રનની શાનદાર ઈનિંગ રમી. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાને જીતવા માટે 248 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેનો પીછો કરતી વખતે સંજુ સેમસને અભિષેક શર્મા સાથે મળીને ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી.

સંજુ સેમસને તેની ઈનિંગ દરમિયાન કુલ 4 સિક્સર પણ ફટકારી, જેના કારણે તેને T20 ઈન્ટરનેશનલમાં સિક્સરની સદી પૂર્ણ કરી અને એક ખાસ ક્લબનો ભાગ પણ બન્યો.

સંજુ સેમસન T20માં 100 છગ્ગા ફટકારનાર માત્ર છઠ્ઠો ભારતીય બન્યો

સંજુ સેમસનને વિશ્વ ક્રિકેટમાં T20 ફોર્મેટના બેસ્ટ બેટ્સમેનોમાંથી એક માનવામાં આવે છે, પરંતુ તેનું ઈન્ટરનેશનલ કરિયર ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. 2026નું વર્ષ સેમસન માટે બેટથી શાનદાર રહ્યું છે, જેમાં તે T20I મેચોમાં 100 કે તેથી વધુ છગ્ગા ફટકારનાર માત્ર છઠ્ઠો ભારતીય ખેલાડી બન્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ચોથી T20 મેચમાં મેદાન પર આવતાની સાથે જ સંજુ સેમસને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા, જેમાં તેને પોતાની ઈનિંગ દરમિયાન 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. સંજુ સેમસન અત્યાર સુધી 76 T20I મેચ રમી ચૂક્યો છે, જેમાં તેને 68 ઈનિંગમાં બેટિંગ કરતી વખતે 27.28 ની એવરેજથી 1719 રન બનાવ્યા છે.

T20I મેચોમાં ભારત માટે સૌથી વધુ છગ્ગા ફટકારનારા ખેલાડીઓ

રોહિત શર્મા - 205 છગ્ગા

સૂર્યકુમાર યાદવ - 179 છગ્ગા

અભિષેક શર્મા - 142 છગ્ગા

હાર્દિક પંડ્યા - 126 છગ્ગા

વિરાટ કોહલી - 124 છગ્ગા

સંજુ સેમસન - 102 છગ્ગા

સંજુ સેમસને 20 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી

સંજુ સેમસને વેસ્ટ ઈન્ડિઝ સામેની ચોથી T20I મેચમાં માત્ર 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જે T20I મેચમાં તેની સંયુક્ત સૌથી ઝડપી અડધી સદી બની. સંજુ સેમસને અગાઉ સપ્ટેમ્બરની શરૂઆતમાં અફઘાનિસ્તાન સામેની T20I સિરીઝમાં 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.

આ પણ વાંચો: Abhishek Sharmaએ સૂર્યકુમાર યાદવનો તોડ્યો રેકોર્ડ, આ બાબતમાં બન્યો નંબર-1 ભારતીય ખેલાડી

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.