Ind Vs NZ: વેલિંગ્ટન ટેસ્ટમાં કેએલ રાહુલે મચાવી ધૂમ, એક જ ઈનિંગમાં બનાવ્યા મોટા રેકોર્ડ

Ind Vs NZ: વેલિંગ્ટન ટેસ્ટના ત્રીજા દિવસે કે.એલ. રાહુલે 136 રનની ઇનિંગ્સ સાથે અનેક રેકોર્ડ બનાવ્યા, જ્યારે ભારતે 118 રનની લીડ મેળવી.
Nancy Shukal
Nancy Shukal
Ind Vs NZ: વેલિંગ્ટન ટેસ્ટમાં કેએલ રાહુલે તોડ્યા અનેક રેકોર્ડInd Vs NZ: વેલિંગ્ટન ટેસ્ટમાં કેએલ રાહુલે તોડ્યા અનેક રેકોર્ડ

Ind Vs NZ: વેલિંગ્ટન ટેસ્ટમાં કેએલ રાહુલે તોડ્યા અનેક રેકોર્ડ

Ind Vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વેલિંગ્ટન ટેસ્ટના ત્રીજા દિવસે રેકોર્ડ્સનો વરસાદ જોવા મળ્યો હતો. ભારતીય બેટ્સમેન કેએલ રાહુલે શાનદાર સદી ફટકારીને અનેક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. જ્યારે શુભમન ગિલ માત્ર 2 રનથી સદી ચૂકી ગયો હતો અને એક અનિચ્છનીય રેકોર્ડમાં પણ સામેલ થયો હતો. ત્રીજા દિવસની રમતના અંતે ભારતે 4 વિકેટે 486 રન બનાવીને કુલ 118 રનની લીડ મેળવી હતી.

રાહુલ બન્યો સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય

કેએલ રાહુલે 136 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ તેના ટેસ્ટ કરિયરની 13મી સદી હતી. આ સાથે તે હાલના એક્ટિવ ભારતીય ટેસ્ટ ક્રિકેટરોમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બન્યો છે. શુભમન ગિલ 11 સદી સાથે બીજા નંબરે છે.

SENA દેશોમાં સદી ફટકારનાર એકમાત્ર ભારતીય ઓપનર

કેએલ રાહુલે સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા ચારેય SENA દેશોમાં ટેસ્ટ સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે. તે આવું કરનાર એકમાત્ર ભારતીય ઓપનર બન્યો છે.

વેલિંગ્ટનમાં ભારતનો સૌથી મોટો સ્કોર

ભારતે પ્રથમ ઈનિંગમાં 486 રન બનાવ્યા હતા. આ વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો ટેસ્ટ સ્કોર છે. અગાઉ 2014માં ભારતે અહીં 438 રન બનાવ્યા હતા.

ન્યૂઝીલેન્ડમાં ડેબ્યૂ ઈનિંગમાં સદી

રાહુલે ન્યૂઝીલેન્ડમાં પોતાની પ્રથમ ટેસ્ટ ઈનિંગમાં જ સદી ફટકારી હતી. આ પહેલાં સુનીલ ગાવસ્કર અને સુરિન્દર અમરનાથ આ સિદ્ધિ મેળવી ચૂક્યા હતા.

એક જ ઈનિંગમાં 2 સદીની પાર્ટનરશીપ

રાહુલે યશસ્વી જયસ્વાલ સાથે 130 રન અને દેવદત્ત પડ્ડિકલ સાથે 165 રનની પાર્ટનરશીપ કરી હતી. આ સાથે તે ન્યૂઝીલેન્ડમાં એક જ ટેસ્ટ ઈનિંગમાં 2 સદીની પાર્ટનરશીપકરનાર ભારતીય બેટ્સમેનના લિસ્ટમાં સામેલ થયો છે.

બીજી તરફ, શુભમન ગિલ 98 રન બનાવીને આઉટ થયો હતો. તે ટેસ્ટ ઈનિંગમાં 90ના સ્કોરમાં આઉટ થનાર 11મો ભારતીય કેપ્ટન બન્યો હતો. આ સિવાય કેઅલ રાહુલે 2021થી ઓપનર તરીકે 7 ટેસ્ટ સદી ફટકારીને અન્ય દિગ્ગજ ઓપનર્સની હરોળમાં સ્થાન મેળવ્યું છે.

આ પણ વાંચો: Ind Vs NZ: વેલિંગ્ટન ટેસ્ટમાં રાહુલની સદી, ગિલ-પડ્ડિકલની ધમાકેદાર બેટિંગ, ભારતે મેળવી 118 રનની લીડ