Jos Buttlerએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, 15,000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો


Jos Buttler
Jos Buttlerએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, 15,000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો


Jos Buttler
ઈંગ્લેન્ડની ટીમ શ્રીલંકા સામે ઘરેલુ મેદાન પર 3 મેચની T20 સિરીઝ રમી રહી છે. જેની બીજી મેચ 17 સપ્ટેમ્બરના રોજ કાર્ડિફના સોફિયા ગ્રાઉન્ડ પર રમાઈ હતી, જેમાં યજમાન ટીમે 6 વિકેટથી જીત મેળવી હતી અને સિરીઝમાં 2-0થી અજેય લીડ મેળવી હતી. આ મેચમાં ઈંગ્લેન્ડના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન જોસ બટલરે તેની 30 રનની ઈનિંગ સાથે એક મોટી સિદ્ધિ હાંસલ કરી. આ ફોર્મેટના મહાન ખેલાડીઓમાંથી એક ગણાતા જોસ બટલર હવે T20 ક્રિકેટમાં 15,000 રનનો આંકડો પાર કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.
જોસ બટલરે કાયરન પોલાર્ડને પણ પાછળ છોડ્યો
જોસ બટલરે માત્ર T20 ક્રિકેટમાં 15,000 રનનો આંકડો પૂર્ણ કર્યો, અને ફરી એકવાર આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બની ગયો છે. જોસ બટલરે આ બાબતમાં વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી કાયરન પોલાર્ડને પાછળ છોડી દીધો છે, જેમાં તેને 754 T20 મેચની 671 ઈનિંગમાં બેટિંગ કરતી વખતે 31.71 ની એવરેજથી કુલ 14,999 રન બનાવ્યા છે.
જો આપણે બટલરની વાત કરીએ તો તેને તેની 528મી મેચની 497મી ઈનિંગમાં 15,000 રનનો આંકડો પૂર્ણ કર્યો છે, જેમાં તેની એવરેજ 35.46 રહી છે. જોસ બટલરે અત્યાર સુધી આ ફોર્મેટમાં 9 સદી અને 107 અડધી સદી ફટકારી છે.
T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન
જોસ બટલર (ઈંગ્લેન્ડ) - 15,000 રન
કાયરન પોલાર્ડ (વેસ્ટ ઈન્ડીઝ) - 14,999 રન
એલેક્સ હેલ્સ (ઈંગ્લેન્ડ) - 14,581 રન
ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડીઝ) - 14,562 રન
ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા) - 14,284 રન
ઈંગ્લેન્ડે શ્રીલંકાને સતત 14મી T20Iમાં હરાવ્યું
છેલ્લા કેટલાક વર્ષોમાં ઈંગ્લેન્ડે શ્રીલંકા સામે T20Iમાં સારું પ્રદર્શન કર્યું છે. કાર્ડિફમાં 6 વિકેટથી મળેલી જીત શ્રીલંકા સામે તેમની સતત 14મી T20I જીત હતી. બંને ટીમો વચ્ચે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ 19 સપ્ટેમ્બરના રોજ માન્ચેસ્ટર સ્ટેડિયમ ખાતે રમાશે.
આ પણ વાંચો: Asian Games Cricketની સેમીફાઈનલમાં 4 ટીમની એન્ટ્રી, ક્યારે અને કોની સામે થશે ટીમ ઈન્ડિયાની ટક્કર?





