Get News Alerts

Never miss breaking news updates.

Jay Meena: એશિયન ગેમ્સમાં જય મીણાએ નવો રેકોર્ડ બનાવ્યો, ભારતે સોફ્ટ ટેનિસમાં પહેલો મેડલ જીત્યો

Jay Meena: એશિયન ગેમ્સમાં જય મીણાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. જય મીનાએ સેમીફાઈનલમાં હાર છતાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતે સોફ્ટ ટેનિસમાં પહેલો મેડલ જીત્યો છે.
Nancy ShuklaUpdated on: 23 Sep 2026 03:53 PM IST
Jay Meena: એશિયન ગેમ્સમાં જય મીણાએ નવો રેકોર્ડ બનાવ્યો, ભારતે સોફ્ટ ટેનિસમાં પહેલો મેડલ જીત્યોJay Meena: એશિયન ગેમ્સમાં જય મીણાએ નવો રેકોર્ડ બનાવ્યો, ભારતે સોફ્ટ ટેનિસમાં પહેલો મેડલ જીત્યો

Jay Meena

Jay Meena: ભારતીય ખેલાડી જય મીનાએ એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનિસમાં શાનદાર પ્રદર્શન કર્યું અને દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો. તેને મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ફિલિપાઈન્સના શેરવિન નુગુઈટને 4-3ના નજીકના માર્જિનથી હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો.

સેમીફાઈનલ મેચમાં તે જાપાનના તાકુયા કુરોસાકા સામે 2-4થી હારી ગયો. કારણ કે આ રમતમાં સેમીફાઈનલમાં પહોંચનારા બધા ખેલાડીઓ મેડલ જીતશે તે નિશ્ચિત છે, તેથી જય મીનાએ સેમીફાઈનલમાં હાર છતાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

જય મીણાએ એશિયન સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યો

જય મીણા એક ઈમર્જિંગ ભારતીય સોફ્ટ ટેનિસ ખેલાડી છે. તેને 2025 એશિયન સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો, અને ટુર્નામેન્ટમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો. તેમનું શાનદાર ફોર્મ 2026 એશિયન ગેમ્સમાં પણ ચાલુ રહ્યું, જ્યાં તેને ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાની ખેલાડીને સરળતાથી 4-0થી હરાવ્યો. ત્યારબાદ તેઓ પુરુષોની સિંગલ્સની સેમીફાઈનલમાં પહોંચ્યો, જેનાથી સોફ્ટ ટેનિસમાં ભારતનો પ્રથમ એશિયન ગેમ્સ મેડલ સુનિશ્ચિત થયો. પરંતુ તે સેમીફાઈનલમાં હારી ગયો.

જય મીણાએ ઈન્ટરનેશનલ સ્તરે સતત સારું પ્રદર્શન કર્યું

જય મીણા ઈન્ટરનેશનલ સ્તરે ભારતનું નામ રોશન કરી રહ્યો છે. તે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં પુરુષોની સિંગલ્સ ઈવેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યો હતો અને ટીમ ઈવેન્ટમાં પણ ભાગ લીધો હતો. 2024 માં તેને આધ્યા તિવારી સાથે ભાગીદારીમાં વર્લ્ડ સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં મિક્સ ડબલ્સ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

તેને 2025 એશિયન સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં સિંગલ્સમાં બ્રોન્ઝ સહિત 4 મેડલ જીત્યા હતા, અને તે આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો હતો. તે હવે તેની ત્રીજી એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહ્યો છે, અને આની તૈયારી માટે તેને અમદાવાદ અને જમ્મુમાં રાષ્ટ્રીય કોચિંગ કેમ્પમાં ટ્રેનિંગ લીધી હતી.

ભારતે 10 મેડલ જીત્યા છે

ભારત 2026 એશિયન ગેમ્સમાં પહેલાથી જ 10 મેડલ જીતી ચૂક્યું છે. આ વર્ષે ભારતે 1 ગોલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારતનો અત્યાર સુધીનો એકમાત્ર ગોલ્ડ મેડલ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં આવ્યો હતો. ભારતીય મહિલા ટીમે ફાઈનલમાં શ્રીલંકાને 147 રનથી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો: Mirabai Chanuએ સિલ્વર જીતીને ઈતિહાસ રચ્યો, ભારતે એશિયન ગેમ્સમાં 28 વર્ષ પછી વેઈટલિફ્ટિંગમાં જીત્યો મેડલ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.