Get News Alerts

Never miss breaking news updates.

IPL Auctionને લઈને મોટી જાહેરાત, ડિસેમ્બરમાં થશે આયોજન, વેન્યૂને લઈને પણ મોટી જાહેરાત

IPL Auctionને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ઓક્શનના વેન્યૂને લઈને પણ જાહેરાત થઈ છે. BCCIના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું કે આ વર્ષે IPL ઓક્શનનું આયોજન ડિસેમ્બરમાં ગોવામાં થશે.
Nancy ShuklaUpdated on: 23 Sep 2026 07:13 PM IST
IPL Auctionને લઈને મોટી જાહેરાત, ડિસેમ્બરમાં થશે આયોજન, વેન્યૂને લઈને પણ મોટી જાહેરાતIPL Auctionને લઈને મોટી જાહેરાત, ડિસેમ્બરમાં થશે આયોજન, વેન્યૂને લઈને પણ મોટી જાહેરાત

IPL Auction

IPL Auction: IPLની આગામી સિઝનની તૈયારીઓ વચ્ચે ઓક્શનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. BCCIના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું કે આ વર્ષે IPL ઓક્શનનું આયોજન ડિસેમ્બરમાં ગોવામાં કરવામાં આવશે. છેલ્લા 3 વર્ષથી ઓક્શનનું આયોજન ભારતની બહાર થઈ રહ્યું હતું, પરંતુ આ વખતે BCCIએ ભારતમાં જ ઓક્શન કરવાનો નિર્ણય લીધો છે.

BCCI સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું કે છેલ્લા 3 IPL ઓક્શન સાઉદી અરબ, દુબઈ અને આબુ ધાબીમાં આયોજિત થયા હતા, પરંતુ આ વખતે ડિસેમ્બરમાં ગોવામાં ઓક્શન થશે. તેને કહ્યું કે છેલ્લા 3 ઓક્શન સાઉદી અરબ, દુબઈ અને આબુ ધાબીમાં આયોજન કર્યા બાદ હવે ડિસેમ્બર મહિનામાં ગોવામાં IPL ઓક્શન કરવા જઈ રહ્યા છીએ.

IND A vs AUS A મેચ મોહાલીમાં ખસેડાઈ

IPL ઓક્શન સિવાય દેવજીત સૈકિયાએ ભારત A વિમેન્સ અને ઓસ્ટ્રેલિયા A વિમેન્સ ટીમ વચ્ચે યોજાનારી મેચો વિશે પણ માહિતી આપી. તેમને જણાવ્યું કે ધર્મશાલામાં ખરાબ હવામાન અને સતત વરસાદને કારણે, આગામી T20 મેચો મોહાલી ખસેડવામાં આવી છે.

દેવજીત સૈકિયાએ કહ્યું કે અમે તાજેતરમાં આગામી T20 મેચો ધર્મશાલાના મોહાલીમાં ખસેડી છે, કારણ કે ધર્મશાલામાં હાલની હવામાન પરિસ્થિતિઓ ક્રિકેટ માટે ખૂબ અનુકૂળ નથી. ત્યાં ઘણો વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદને કારણે, અમે મેચો મોહાલીમાં ખસેડવાનો નિર્ણય લીધો, જેથી હવામાનને કારણે ક્રિકેટ પ્રવૃત્તિઓમાં કોઈ અવરોધ ન આવે.

જાપાન સાથે મિત્રતાના નવા યુગની શરૂઆત

દેવજીત સૈકિયાએ ભારત અને જાપાન વચ્ચેની તાજેતરની ઐતિહાસિક T20 મેચને બંને દેશો વચ્ચેના ક્રિકેટ સંબંધોની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ગણાવી હતી. ભારતીય ટીમને અભિનંદન આપતા તેમને કહ્યું કે આ મેચ ફક્ત જાપાન સામેની જીત વિશે નથી, પરંતુ બંને દેશો વચ્ચે ક્રિકેટ મિત્રતાના નવા યુગની શરૂઆત પણ દર્શાવે છે.

તેમને સમજાવ્યું કે ICC ચેરમેન જય શાહની પહેલને પગલે ભારત અને જાપાનના ક્રિકેટ બોર્ડે આ મેચનું આયોજન કરવા માટે કામ કર્યું. દેવજીત સૈકિયાના જણાવ્યા મુજબ જય શાહે એડિનબર્ગમાં તેમના જાપાની સમકક્ષ સાથે મુલાકાત કરી અને તેમને જાપાનમાં આ મેચનું આયોજન કરવા માટે કામ કરવા કહ્યું.

દેવજીત સૈકિયાએ કહ્યું કે આ પહેલ હવે ફળીભૂત થઈ છે. જાપાનમાં મેચ દરમિયાન દર્શકોના ઉત્સાહનો ઉલ્લેખ કરતા, તેમને આશા વ્યક્ત કરી કે આનાથી ત્યાં ક્રિકેટ લોકપ્રિય બનશે. તેમના મતે આ મેચ ભારત અને જાપાન વચ્ચેની મિત્રતા, ક્રિકેટના વિકાસ અને રમતને નવા ક્ષેત્રોમાં લઈ જવાની દિશામાં એક નવી શરૂઆત છે.

આ પણ વાંચો: Asian Games 2026: ભારતીય મેન્સ બેડમિન્ટન ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ, સેમીફાઈનલમાં ચીન સામે હાર

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.