IPL 2028: શું IPLમાં જોડાશે 2 નવી ટીમો? BCCI સચિવે અફવાઓ વચ્ચે કર્યો મોટો ખુલાસો


IPL 2028: બે નવી ટીમો અંગે BCCIએ કર્યો મોટો ખુલાસો
IPL 2028: શું IPLમાં જોડાશે 2 નવી ટીમો? BCCI સચિવે અફવાઓ વચ્ચે કર્યો મોટો ખુલાસો


IPL 2028: બે નવી ટીમો અંગે BCCIએ કર્યો મોટો ખુલાસો
IPL 2028: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં બે નવી ટીમોની એન્ટ્રીને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. ક્રિકેટ ફેન્સને આશા હતી કે વર્ષ 2028થી IPLમાં 10ની જગ્યાએ 12 ટીમો રમતી જોવા મળશે. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ અટકળો પર હાલ પૂરતો પૂર્ણવિરામ મૂકી દીધો છે. BCCIના સચિવ દેવજીત સૈકિયાએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં ટૂર્નામેન્ટમાં ટીમોની સંખ્યા વધારવાની કોઈ યોજના નથી.
IPLમાં 12 ટીમો અંગે કોઈ ચર્ચા થઈ નથી
BCCI સચિવ દેવજીત સૈકિયાએ PTI સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષ 2028થી IPLને 12 ટીમોની ટૂર્નામેન્ટ બનાવવાની સંભાવના અંગે બોર્ડમાં કોઈ ચર્ચા થઈ નથી. આ મુદ્દે ઔપચારિક જ નહીં, પરંતુ અનૌપચારિક ચર્ચા પણ કરવામાં આવી નથી.
તેમને વધુમાં જણાવ્યું કે, IPLમાં બે નવી ટીમો ઉમેરવાની વાતો માત્ર અટકળો છે અને તેનો કોઈ આધાર નથી. હાલમાં આ વિચાર બોર્ડના એજન્ડામાં પણ સામેલ નથી. આ નિવેદનથી IPLમાં નવી બે ટીમો જોડાવાની ચર્ચાઓ પર હાલ પૂરતો વિરામ લાગી ગયો છે.
BCCIનું સંપૂર્ણ ધ્યાન IPL 2027 પર
દેવજીત સૈકિયાએ સ્પષ્ટ કર્યું કે હાલમાં BCCIનું સંપૂર્ણ ધ્યાન IPL 2027 પર છે. આ ટૂર્નામેન્ટની 20મી સીઝન હશે, જેને ખાસ અને યાદગાર બનાવવા માટે બોર્ડ તૈયારીઓ કરી રહ્યું છે.
તેમના જણાવ્યા અનુસાર, આગામી સિઝન એક મોટું આયોજન હશે અને બોર્ડ અત્યારે તેની તૈયારીઓમાં વ્યસ્ત છે. IPL 2027 સિવાય અન્ય કોઈ વિસ્તરણ યોજના પર હાલમાં વિચાર કરવામાં આવી રહ્યો નથી.
ખેલાડીઓના પર્સમાં પણ નહીં થાય તાત્કાલિક વધારો
IPL 2027ના ઓક્શન પહેલાં ફ્રેન્ચાઈઝીઓના ખેલાડીઓના પર્સમાં વધારો કરવાની ચર્ચા પણ ચાલી રહી હતી. મીડિયા રિપોર્ટ મુજબ ખેલાડીઓનું પર્સ 125 કરોડ રૂપિયાથી વધારીને 150 કરોડ રૂપિયા કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
પરંતુ દેવજીત સૈકિયાએ સ્પષ્ટ કર્યું કે આ અંગે પણ હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમને જણાવ્યું કે આગામી ઓક્શન 16 ડિસેમ્બરે યોજાશે, પરંતુ તે મેગા ઓક્શન નહીં હોય. આવતા વર્ષે યોજાનારી મેગા ઓક્શન બાદ જ ખેલાડીઓના પર્સમાં વધારો કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.
આમ હાલના તબક્કે IPLમાં બે નવી ટીમો ઉમેરવાની કે ખેલાડીઓના પર્સમાં વધારો કરવાની કોઈ સત્તાવાર યોજના નથી. BCCIનું મુખ્ય ધ્યાન IPLની 20મી સિઝનને સફળ બનાવવા પર છે.
આ પણ વાંચો: Ind Vs Eng: અનુષ્કા શર્માને મળી ઈન્ડિયાની T20 અને વનડે ટીમની કમાન, ઈંગ્લેન્ડ સામે રમશે 3 ફોર્મેટમાં સિરીઝ




