Get News Alerts

Never miss breaking news updates.

Delhi Capitalsએ કરી મોટી જાહેરાત, સૌરવ ગાંગુલીને બનાવ્યા ટીમના હેડ કોચ

Delhi Capitals: સૌરવ ગાંગુલી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી કેપિટલ્સે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને તેમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે.
Nancy ShuklaUpdated on: 06 Oct 2026 02:24 PM IST
Delhi Capitalsએ કરી મોટી જાહેરાત, સૌરવ ગાંગુલીને બનાવ્યા ટીમના હેડ કોચDelhi Capitalsએ કરી મોટી જાહેરાત, સૌરવ ગાંગુલીને બનાવ્યા ટીમના હેડ કોચ

Delhi Capitals

Delhi Capitals: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027 આવતા વર્ષે યોજાવાની છે. નવી સીઝનના ઘણા સમય પહેલા, દિલ્હી કેપિટલ્સ (DC) એ એક મોટી જાહેરાત કરી છે. દિલ્હી કેપિટલ્સે તેમના નવા હેડ કોચનું નામ જાહેર કર્યું છે. તેમને સૌરવ ગાંગુલીને તેમના નવા હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. દિલ્હી કેપિટલ્સે એક્સ પર આ માહિતી શેર કરી. વીડિયો શેર કરતા દિલ્હી કેપિટલ્સે લખ્યું છે કે"દિલ્હી, દાદાગીરીનો સમય આવી ગયો છે. સૌરવ ગાંગુલી, ટાઈગર્સનો હેડ કોચ."

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હેમાંગ બદાણી ગયા સિઝન સુધી દિલ્હી કેપિટલ્સના હેડ કોચ હતા. હવે સૌરવ ગાંગુલી હેડ કોચ તરીકેનો કાર્યભાર સંભાળશે. દિલ્હી કેપિટલ્સ એવી કેટલીક ટીમોમાંથી એક છે જેને આજ સુધી IPLનો ખિતાબ જીત્યો નથી. આ પરિસ્થિતિમાં સૌરવ ગાંગુલી પહેલીવાર દિલ્હી કેપિટલ્સને ચેમ્પિયન બનાવવાનો પ્રયાસ કરશે. સૌરવ ગાંગુલી પહેલા દિલ્હી કેપિટલ્સે 6 કોચ અજમાવ્યા છે. આમાં ગ્રેગરી શિપ્પર્ડ, એરિક સાયમન્સ, ગેરી કર્સ્ટન, પેડી અપ્ટન, રિકી પોન્ટિંગ અને હેમાંગ બદાણીનો સમાવેશ થાય છે.

દાદાનો દિલ્હી સાથે ખાસ સંબંધ

સૌરવ ગાંગુલીને દિલ્હી કેપિટલ્સ ટીમ સાથે લાંબા સમયથી ક્નેક્શન છે અને તેમને ત્યાં અનેક ભૂમિકાઓ નિભાવી છે. માર્ચ 2019 માં સૌરવ ગાંગુલીને દિલ્હી કેપિટલ્સ IPL ટીમના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ ઓક્ટોબર 2019 માં BCCI પ્રમુખ બન્યા પછી તેમને દિલ્હી છોડવું પડ્યું.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Dilli, it's time for Dadagiri 🐅

Sourav Ganguly, Head Coach of the Tigers 🔥 https://t.co/EMTPQ9TB64</p>&mdash; Delhi Capitals (@DelhiCapitals) <a href="https://x.com/DelhiCapitals/status/2107373066947047725?ref_src=twsrc%5Etfw">October 6, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

BCCIમાં તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યા પછી સૌરવ ગાંગુલી ક્રિકેટ ડિરેક્ટર તરીકે ફ્રેન્ચાઈઝમાં પાછા ફર્યા. અહીં, તેમણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) બંને માટે પડદા પાછળની કામગીરી અને ટીમ નિર્માણનું નિરીક્ષણ કર્યું. વધુમાં તેમને 2025 SA20 સીઝનમાં DC ની ફ્રેન્ચાઈઝી, પ્રિટોરિયા કેપિટલ્સના હેડ કોચ તરીકે સેવા આપી, ટીમને ફાઈનલમાં પહોંચાડી.

તમને જણાવી દઈએ કે દિલ્હી કેપિટલ્સનું IPL પ્રદર્શન છેલ્લા 5 વર્ષમાં ખૂબ જ ખરાબ રહ્યું છે. IPL 2022 પછી ટીમ ગ્રુપ સ્ટેજથી આગળ વધી શકી નથી. ટીમ છેલ્લે 2021 માં પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ હતી. 2020 માં, ટીમ ફાઈનલમાં પહોંચી હતી પરંતુ ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહી હતી. તેથી સૌરવ ગાંગુલી પર ટીમના પ્રદર્શનમાં સુધારો કરવાની મહત્વપૂર્ણ જવાબદારી રહેશે.

આ પણ વાંચો: 18 T20, 20 વનડે અને 9 ટેસ્ટ... વર્લ્ડકપ પહેલા ભારતનું બિઝી શેડ્યૂલ, જાણો કોની સામે રમશે ટીમ ઈન્ડિયા

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.