Get News Alerts

Never miss breaking news updates.

Colombo Test: સોનલ દિનુષાએ સતત બીજી ઇનિંગમાં ફટકાર્યું સદી, મેચ ડ્રો છતાં ભારતે 1-0થી જીતી ટેસ્ટ સિરીઝ

Colombo Test: ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના સિંહલી સ્પોર્ટ્સ ક્લબમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. આ સાથે ભારતીય ટીમે બે મેચની ટેસ્ટ સિરીઝ 1-0થી પોતાના નામે કરી લીધી.
Nisha ParmarUpdated on: 27 Aug 2026 06:08 PM IST
Colombo Test: સોનલ દિનુષાએ સતત બીજી ઇનિંગમાં ફટકાર્યું સદી, મેચ ડ્રો છતાં ભારતે 1-0થી જીતી ટેસ્ટ સિરીઝColombo Test: સોનલ દિનુષાએ સતત બીજી ઇનિંગમાં ફટકાર્યું સદી, મેચ ડ્રો છતાં ભારતે 1-0થી જીતી ટેસ્ટ સિરીઝ

Colombo Test: ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના સિંહલી સ્પોર્ટ્સ ક્લબમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. આ સાથે ભારતીય ટીમે બે મેચની ટેસ્ટ સિરીઝ 1-0થી પોતાના નામે કરી લીધી છે. પાંચમા દિવસે શ્રીલંકાએ પોતાની બીજી ઇનિંગમાં 9 વિકેટે 429 રન બનાવ્યા બાદ બંને ટીમો ડ્રો માટે સંમત થઈ હતી.

સોનલ દિનુષાની શાનદાર સદી

ભારતને જીતવા માટે શ્રીલંકાની અંતિમ ચાર વિકેટ ઝડપથી લેવાની જરૂર હતી, પરંતુ સોનલ દિનુષાએ સતત બીજી ઇનિંગમાં સદી ફટકારીને ભારતીય ટીમની જીતની આશા પર પાણી ફેરવી દીધું.

દિનુષાએ 264 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 133 રન બનાવ્યા અને અંત સુધી ક્રિઝ પર અડીખમ રહ્યા.

ભારતે પ્રથમ ઇનિંગમાં 503/9 પર ડિકલેર કર્યું

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારતીય ટીમે 9 વિકેટે 503 રન બનાવીને ઇનિંગ ડિકલેર કરી હતી. દેવદત્ત પડિક્કલ અને શુભમન ગિલ વચ્ચે 120 રનની ભાગીદારી થઈ હતી.

પડિક્કલે 12 ચોગ્ગાની મદદથી 117 રન બનાવ્યા, જ્યારે ધ્રુવ જુરેલે અણનમ 115 રનની શાનદાર ઇનિંગ રમી. ઋષભ પંતે 63 અને કેપ્ટન શુભમન ગિલે 50 રન બનાવ્યા.

શ્રીલંકાની પ્રથમ ઇનિંગ 290 રનમાં સમેટાઈ

ભારતના 503 રનના જવાબમાં શ્રીલંકાની પ્રથમ ઇનિંગ 290 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રસિદ્ધ કૃષ્ણા અને માનવ સુથારે 3-3 વિકેટ ઝડપી હતી, જ્યારે સારાંશ જૈને 2 વિકેટ લીધી હતી.

સોનલ દિનુષાએ પ્રથમ ઇનિંગમાં પણ 103 રન બનાવીને ટીમને સંકટમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.

ભારતે ફોલોઑન આપ્યું

શ્રીલંકા 290 રનમાં ઓલઆઉટ થતાં ભારતે તેને ફોલોઑન રમવા માટે મજબૂર કર્યું. બીજી ઇનિંગમાં શ્રીલંકાએ 63 રનમાં 2 વિકેટ ગુમાવી હતી, પરંતુ પસિંદુ સૂર્યબંદારાએ 92 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી.

ત્યારબાદ સોનલ દિનુષાએ ફરી એકવાર મોરચો સંભાળ્યો અને ટીમને હારથી બચાવી.

ભારતે પ્રથમ ટેસ્ટ 165 રને જીતી હતી

ભારતે સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ 165 રનથી જીતી હતી. તેથી શ્રીલંકા માટે સિરીઝ બરોબર કરવા બીજી ટેસ્ટ જીતવી જરૂરી હતી. જોકે, બીજી ટેસ્ટ ડ્રો રહેતા ભારતે બે મેચની સિરીઝ 1-0થી જીતી લીધી.

આ સિરીઝમાં ભારતીય બેટિંગની સાથે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન જોવા મળ્યું, જ્યારે શ્રીલંકા તરફથી સોનલ દિનુષાની બંને ઇનિંગની સદીઓ મેચની સૌથી મોટી હાઇલાઇટ રહી.

આ પણ વાંચો : PM Modi Visit: PM મોદીનો ઉઝબેકિસ્તાન-કિર્ગિઝસ્તાન પ્રવાસ, SCO સમિટમાં વૈશ્વિક મુદ્દાઓ પર કરશે સંબોધન

AUTHOR
N

Nisha Parmar

Author details are not available.