IND vs NZ : માત્ર 89 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, ન્યૂઝીલેન્ડ સામે 244 રનથી કારમી હાર

IND vs NZ : ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વનડેમાં ભારતીય ક્રિકેટ ટીમનો અત્યંત નિરાશાજનક દેખાવ જોવા મળ્યો હતો.
Vivek Shah
Vivek Shah
IND vs NZ ન્યૂઝીલેન્ડ સામે ભારતની કારમી હારIND vs NZ ન્યૂઝીલેન્ડ સામે ભારતની કારમી હાર

IND vs NZ ન્યૂઝીલેન્ડ સામે ભારતની કારમી હાર

IND vs NZ : માઉન્ટ મૌનગાનુઈના બે ઓવલ મેદાન પર રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 244 રનથી કારમી હાર આપી હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 333 રન બનાવ્યા હતા. જવાબમાં 334 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માત્ર 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારતની હારની સૌથી મોટી કહાની ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેનરીએ લખી હતી. તેણે પોતાની ઘાતક બોલિંગથી ભારતીય ટોપ ઓર્ડરને પ્રથમ ઓવરમાં જ ધ્વસ્ત કરી દીધો હતો. પ્રથમ ઓવરમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેપ્ટન શ્રેયસ અય્યર પેવેલિયન પરત ફર્યા હતા. ત્રણેય બેટર ખાતું ખોલાવ્યા વિના આઉટ થતાં ભારતીય ટીમ પર શરૂઆતથી જ દબાણ વધી ગયું હતું.

ઈશાન કિશને 27 રન બનાવી થોડો સંઘર્ષ કર્યો હતો

ત્યારબાદ પણ ભારતીય બેટિંગ લાઇનઅપ સંભળી શકી નહોતી. ઈશાન કિશને 27 રન બનાવી થોડો સંઘર્ષ કર્યો હતો. અક્ષર પટેલ અને નમન ધીરે 21-21 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, અન્ય બેટરો ન્યૂઝીલેન્ડના બોલરો સામે ટકી શક્યા નહોતા. મેટ હેનરીએ કુલ 6 વિકેટ ઝડપી હતી, જ્યારે મેથ્યુ ફિશરે 3 વિકેટ મેળવી હતી. કાયલ જેમિસનને એક સફળતા મળી હતી. ભારતની આખી ટીમ 26.4 ઓવરમાં 89 રન બનાવીને સમેટાઈ ગઈ હતી.

આ પહેલાં ભારતીય બોલરો પણ ન્યૂઝીલેન્ડના બેટરોને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી વિલ યંગે શાનદાર બેટિંગ કરતાં 108 બોલમાં 125 રનની સદી ફટકારી હતી. તેની ઇનિંગમાં 14 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થયો હતો. ટિમ સેફર્ટે પણ 48 બોલમાં 58 રન બનાવી ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. ફિન એલને 41 રનનું યોગદાન આપ્યું હતું.

ન્યૂઝીલેન્ડે ચોથી વનડેમાં નોંધાવ્યો મોટો વિજય

ભારત તરફથી અક્ષર પટેલે 10 ઓવરમાં 39 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ઓકીબ નબી અને ગુરનૂર બ્રારે પણ 2-2 વિકેટ મેળવી હતી. જોકે, ભારતીય બોલરો ન્યૂઝીલેન્ડને મોટો સ્કોર બનાવતા રોકી શક્યા નહોતા.

ન્યૂઝીલેન્ડે 333 રનનો મજબૂત સ્કોર ઊભો કર્યો હતો. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે પાંચ મેચની વનડે શ્રેણીમાં ભારતની લીડ 2-1 કરી છે. ભારત શ્રેણીમાં હજુ આગળ છે, પરંતુ ચોથી મેચમાં થયેલા બેટિંગ ધબડકાએ ટીમની તૈયારી અને પ્રદર્શન સામે સવાલો ઊભા કર્યા છે. હવે શ્રેણીની અંતિમ મેચમાં ભારતીય ટીમ કેવો જવાબ આપે છે તેના પર ક્રિકેટપ્રેમીઓની નજર રહેશે.

આ પણ વાંચો : Assam Road Accident : આસામના કાઝીરંગામાં ભયાનક અકસ્માત, ટ્રાવેલર-કન્ટેનરની ટક્કરમાં 23નાં મોત