Virat Kohliએ ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ પહેલાં શરૂ કરી પ્રેક્ટિસ, નેટ્સમાં બેટિંગ કરતો સામે આવ્યો VIDEO

Virat Kohli: ભારતીય ટીમ 4 નવેમ્બરથી 5 વનડે મેચની ન્યૂઝીલેન્ડ સામે સિરીઝ રમવાની છે, જેમાં વિરાટ કોહલી પણ ટીમનો ભાગ છે, તેનો તૈયારીનો વીડિયો મેચ પહેલા સામે આવ્યો છે.
Nancy ShuklaUpdated on: 25 Oct 2026 09:39 PM IST
Virat Kohliએ ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ પહેલાં શરૂ કરી પ્રેક્ટિસ, નેટ્સમાં બેટિંગ કરતો સામે આવ્યો VIDEOVirat Kohliએ ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ પહેલાં શરૂ કરી પ્રેક્ટિસ, નેટ્સમાં બેટિંગ કરતો સામે આવ્યો VIDEO

Virat Kohli

Virat Kohli: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની આગામી વનડે સિરીઝ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં નેટ્સમાં પ્રેક્ટિસ કરતા વિરાટ કોહલીનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે ઝડપી બોર્સની સાથે લેફ્ટ હેન્ડના સ્પિન બોલર્સ સામે પણ બેટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. આગામી સિરીઝમાં વિરાટ કોહલીના પ્રદર્શન પર ક્રિકેટ ફેન્સની ખાસ નજર રહેશે.

બ્રેબોર્ન સ્ટેડિયમમાં વિરાટ કોહલીની જોરદાર તૈયારી

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસ દરમિયાન T20 સિરીઝમાં વ્યસ્ત છે. આ સિરીઝ બાદ બંને ટીમો વચ્ચે વનડે મેચ રમાવાની છે. આ મહત્વપૂર્ણ સિરીઝને ધ્યાનમાં રાખીને વિરાટ કોહલીએ અગાઉથી જ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ગત વનડે સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝ સામે વિરાટ કોહલીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. હવે ન્યૂઝીલેન્ડ સામે પણ તે આ જ લય જાળવી રાખવા માગશે. વર્ષ 2027માં યોજાનારા વનડે વર્લ્ડ કપની તૈયારીઓના દૃષ્ટિકોણથી પણ આ સિરીઝ ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ બની શકે છે.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Look who's back, hitting the nets! 😍

#ViratKohli is bringing the intensity ahead of the next challenge! 💪

#NZvIND #INDvNZ #TeamIndia https://t.co/wb8ZkdYVbC</p>&mdash; Star Sports (@StarSportsIndia) <a href="https://x.com/StarSportsIndia/status/2114278447300411492?ref_src=twsrc%5Etfw">October 25, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવાની તક

ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં વિરાટ કોહલી પાસે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરવાની તક છે. ન્યૂઝીલેન્ડની ધરતી પર વનડેમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેનના લિસ્ટમાં સચિન તેંડુલકર અત્યારે ટોપ પર છે. સચિને 18 મેચમાં 652 રન બનાવ્યા છે.

બીજી તરફ વિરાટ કોહલી આ લિસ્ટમાં 514 રન સાથે ત્રીજા સ્થાને છે. જો વિરાટ કોહલી આગામી સિરીઝમાં વધુ 139 રન બનાવવામાં સફળ રહેશે, તો તે સચિનનો રેકોર્ડ તોડીને પ્રથમ સ્થાન મેળવી શકે છે. હવે ક્રિકેટ ફેન્સની નજર વિરાટ કોહલીના બેટ પર રહેશે. તેની શાનદાર ફોર્મ અને રેકોર્ડ તોડવાની તકને કારણે ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ વધુ રોમાંચક બની શકે છે.

આ પણ વાંચો: Deepti Sharmaએ સદી ફટકારી રચ્યો ઈતિહાસ, ભારતીય વિમેન્સ ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનારી પ્રથમ ખેલાડી બની

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.