Ind Vs NZ: ભારતની જીત પર ખરાબ રોશનીની અસર, ન્યૂઝીલેન્ડ સામે જીતેલી મેચ ડ્રો થઈ


Ind Vs NZ
Ind Vs NZ: ભારતની જીત પર ખરાબ રોશનીની અસર, ન્યૂઝીલેન્ડ સામે જીતેલી મેચ ડ્રો થઈ


Ind Vs NZ
Ind Vs NZ: ભારત A અને ન્યૂઝીલેન્ડ A વચ્ચે રમાયેલી ત્રણ અનઓફિશિયલ ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ ડ્રો રહી છે. ભારતીય ટીમ જીતની ખૂબ નજીક પહોંચી ગઈ હતી, પરંતુ ખરાબ રોશનીને કારણે રમત વહેલી અટકાવવી પડી હતી. મેચ ડ્રો જાહેર થઈ ત્યારે ન્યૂઝીલેન્ડ Aની ટીમે 9 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા. તેને જીતવા માટે હજુ 126 રનની જરૂર હતી, જ્યારે ભારતીય ટીમને માત્ર 1 વિકેટની શોધ હતી.
પ્રથમ ઈનિંગમાં ભારતનું ખરાબ પ્રદર્શન
મેચની શરૂઆતમાં ભારતીય ટીમનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો. પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમ માત્ર 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ Aએ પ્રથમ ઈનિંગમાં 317 રન બનાવીને મહત્વપૂર્ણ લીડ મેળવી હતી. આ સ્થિતિમાં ભારતીય ટીમ માટે મેચમાં વાપસી કરવી મુશ્કેલ લાગી રહી હતી.
દેવદત્ત પડિકલની શાનદાર 199 રનની ઈનિંગ
બીજી ઈનિંગમાં ભારતીય ખેલાડીઓએ જોરદાર વાપસી કરી હતી અને ટીમે 516 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો. દેવદત્ત પડિકલે 199 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જ્યારે સાઈ સુદર્શન 91 રન બનાવીને આઉટ થયો હતો. યશ રાઠોડે 66 અને વોશિંગ્ટન સુંદરે 52 રનનું યોગદાન આપ્યું હતું. આ પ્રદર્શનને કારણે ભારતે ન્યૂઝીલેન્ડ A સામે જીતની આશા જગાવી હતી.
અંતિમ દિવસે ખરાબ રોશની બની વિલન
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડ Aની ટીમે અંતિમ દિવસના અંત સુધીમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય બોલર્સ જીતથી માત્ર 1 વિકેટ દૂર હતા. પરંતુ ખરાબ રોશનીને કારણે એમ્પાયરોએ રમત અટકાવી દીધી હતી. ત્યારબાદ ફરી રમત શરૂ થઈ શકી ન હતી અને અંતે મેચ ડ્રો જાહેર કરવામાં આવી હતી.
આ પરિણામથી ભારતીય ટીમ નિરાશ થઈ હશે, પરંતુ બીજી ઈનિંગમાં કરેલી શાનદાર વાપસી આગામી મેચો માટે આત્મવિશ્વાસ વધારનારી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: IND Vs ZIM W: હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માની સદી બાદ વૈષ્ણવીએ મચાવી ધૂમ, ભારતે 121 રને જીતી મેચ





