Abhishek Sharmaએ માત્ર 35 બોલમાં ફટકારી સદી, વિરાટ કોહલીને છોડ્યો પાછળ

Abhishek Sharmaએ ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી T20I માં શાનદાર બેટિંગ કરી. તેને સદી ફટકારી અને અનેક રેકોર્ડ બનાવ્યા. વિરાટ કોહલીને પાછળ છોડ્યો.
Nancy ShuklaUpdated on: 27 Oct 2026 07:59 PM IST
Abhishek Sharmaએ માત્ર 35 બોલમાં ફટકારી સદી, વિરાટ કોહલીને છોડ્યો પાછળAbhishek Sharmaએ માત્ર 35 બોલમાં ફટકારી સદી, વિરાટ કોહલીને છોડ્યો પાછળ

Abhishek Sharma

Abhishek Sharma: ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓપનર અભિષેક શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી ધૂમ મચાવી દીધી છે. વેલિંગ્ટનમાં રમાયેલી આ મેચમાં અભિષેકે માત્ર 15 બોલમાં અડધી સદી અને 35 બોલમાં સદી ફટકારી હતી.

અભિષેક શર્માની આ ઈનિંગે ભારતીય ક્રિકેટપ્રેમીઓને રોમાંચિત કરી દીધા હતા. આ સાથે તેને પોતાના T20 ઈન્ટરનેશનલ કરિયરની ચોથી સદી ફટકારી હતી અને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.

માત્ર 35 બોલમાં સદી, કરિયરની બીજી સૌથી ઝડપી સદી

ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં ભારત સામે 199 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. જવાબમાં અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીએ શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી હતી. બંનેએ પ્રથમ 6 ઓવરમાં જ 118 રન ફટકારીને ન્યૂઝીલેન્ડના બોલરો પર દબાણ વધારી દીધું હતું.

અભિષેકે માત્ર 15 બોલમાં 50 રન પૂરા કર્યા હતા અને ત્યારબાદ 35 બોલમાં સદી ફટકારી હતી. આ તેના T20 ઈન્ટરનેશનલ કરિયરની બીજી સૌથી ઝડપી સદી બની હતી. આ પહેલાં તેને અફઘાનિસ્તાન સામે માત્ર 30 બોલમાં સદી ફટકારી હતી.

T20 ઈન્ટરનેશનલ કરિયરમાં ચોથી સદી

ન્યૂઝીલેન્ડ સામેની આ સદી સાથે અભિષેકના નામે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 4 સદી થઈ છે. આ પહેલાં તેને અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ અને ઝિમ્બાબ્વે સામે સદી ફટકારી હતી.

T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનની લિસ્ટમાં અભિષેકે સૂર્યકુમાર યાદવ અને ફિલ સોલ્ટ જેવા ખેલાડીઓની બરાબરી કરી છે. આ લિસ્ટમાં રોહિત શર્મા અને ગ્લેન મેક્સવેલ 5-5 સદી સાથે આગળ છે.

T20 ક્રિકેટમાં વિરાટ કોહલીને પાછળ છોડ્યો

અભિષેક શર્માએ સમગ્ર T20 ક્રિકેટમાં પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ન્યૂઝીલેન્ડ સામેની સદી સાથે તેના નામે T20 ફોર્મેટમાં કુલ 11 સદી થઈ છે. આ આંકડા સાથે તેને વિરાટ કોહલી અને ડેવિડ વોર્નરને પાછળ છોડી દીધા છે, જેમના નામે 10-10 સદી છે. સમગ્ર T20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનમાં ક્રિસ ગેલ 22 સદી સાથે ટોપ પર છે, જ્યારે બાબર આઝમના નામે 13 સદી છે.

અભિષેક શર્માની આ શાનદાર બેટિંગ ભારતીય ટીમ માટે મોટી સિદ્ધિ છે. તેની આક્રમક રમત અને સતત સુધરતું પ્રદર્શન તેને T20 ક્રિકેટના સૌથી ચર્ચિત બેટ્સમેનોમાં સ્થાન અપાવી રહ્યું છે.

આ પણ વાંચો: Asian Para Gamesમાં ગુજરાતનો ડંકો, ખેલાડીઓએ ગોલ્ડ સહિત અનેક મેડલ જીતી વધાર્યું ગૌરવ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.