Mallakhamb Championship 2026માં ગુજરાતનો ડંકો, અંડર-18 બોયઝ અને અંડર-14 ગર્લ્સ ટીમે જીત્યો ગોલ્ડ મેડલ


Mallakhamb Championship 2026
Mallakhamb Championship 2026માં ગુજરાતનો ડંકો, અંડર-18 બોયઝ અને અંડર-14 ગર્લ્સ ટીમે જીત્યો ગોલ્ડ મેડલ


Mallakhamb Championship 2026
Mallakhamb Championship 2026: રમતગમત ક્ષેત્રે ગુજરાતના યુવા ખેલાડીઓ સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત 'શ્રી સીતારામ ગુપ્તા મેમોરિયલ ઓલ ઈન્ડિયા મલ્ખમ ચેમ્પિયનશિપ-2026'માં ગુજરાતે પોતાની તાકાત અને કૌશલ્યનો પરચો આપતાં 2 સુવર્ણચંદ્રક સહિત અનેક મેડલ્સ પોતાના નામે કર્યા છે. 27થી 29 ઓક્ટોબર દરમિયાન આયોજિત આ સ્પર્ધામાં દેશભરના 14 રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો.
ટીમ ઈવેન્ટ્સમાં ગુજરાતનું શાનદાર પ્રદર્શન
રાષ્ટ્રીય કક્ષાની આ ચેમ્પિયનશિપમાં ગુજરાતની અંડર-18 બોયઝ અને અંડર-14 ગર્લ્સ ટીમે ઉત્કૃષ્ટ રમત દર્શાવીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો. આ ઉપરાંત અંડર-16 ગર્લ્સ ટીમે શાનદાર લડત આપીને સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે અંડર-14 બોયઝ ટીમે કોમન કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને રાજ્યની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
વ્યક્તિગત સ્પર્ધામાં પણ મેડલ મેળવ્યા
ટીમ સ્પર્ધાની સાથે-સાથે વ્યક્તિગત મલ્ખમ સ્પર્ધામાં પણ ખેલાડીઓએ પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી હતી, જેમાં આ ખેલાડીઓએ મેડલ જીત્યાં.
રૂદ્ર રાજપૂત: ગોલ્ડ મેડલ
દેવવ્રત પંડ્યા: સિલ્વર મેડલ
સાલવી તાડકસે: સિલ્વર મેડલ
દિયા જોષી અને દિયા રાવલ: બ્રોન્ઝ મેડલ
વડોદરામાં વિજેતા ખેલાડીઓનું ભવ્ય સ્વાગત
ચેમ્પિયનશિપમાં ઝળહળતી સફળતા મેળવીને ગુજરાત પરત ફરેલી ટીમનું વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે રમતગમત પ્રેમીઓ અને શુભેચ્છકો દ્વારા ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર સિદ્ધિ ગુજરાત રાજ્ય મલ્ખમ એસોસિએશનના મંત્રી રાહુલ ચોક્સી અને મલ્ખમ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ઉપાધ્યક્ષ સંગીતા ચોક્સીના યોગ્ય માર્ગદર્શન અને સખત મહેનતનું પરિણામ છે. આ સફળતાથી ગુજરાતના ખેલજગતમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.
આ પણ વાંચો: Team Indiaએ શ્રીલંકાને હરાવીને એશિયન ગેમ્સ ક્રિકેટની ફાઈનલમાં કરી એન્ટ્રી




