Get News Alerts

Never miss breaking news updates.

Cristiano Ronaldoને કોચ સાથેના વિવાદ બાદ FPF દ્વારા કરવામાં આવ્યો સસ્પેન્ડ

Cristiano Ronaldo સામે પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશને શિસ્તભંગની કાર્યવાહી કરીને એક મોટું પગલું ભર્યું છે. કોચ સાથેના વિવાદ બાદ રોનાલ્ડોએ માફી માગી હતી. પરંતુ આ મામલામાં નવો વળાંક આવ્યો છે.
Nancy ShuklaUpdated on: 10 Oct 2026 09:54 PM IST
Cristiano Ronaldoને કોચ સાથેના વિવાદ બાદ FPF દ્વારા કરવામાં આવ્યો સસ્પેન્ડCristiano Ronaldoને કોચ સાથેના વિવાદ બાદ FPF દ્વારા કરવામાં આવ્યો સસ્પેન્ડ

Cristiano Ronaldo

Cristiano Ronaldo: ફૂટબોલ સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફરી એકવાર એક મોટા વિવાદમાં ફસાયો છે. રોનાલ્ડોને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશન (FPF) એ તેના 41 વર્ષના કેપ્ટન સામે કડક શિસ્તભંગના પગલાં લીધા છે.

નોર્વે સામેની UEFA નેશન્સ લીગ મેચ દરમિયાન રમવાની મંજૂરી ન આપવા અંગે કોચ સાથે થયેલા વિવાદ બાદ રોનાલ્ડોએ પરવાનગી વિના કેમ્પ છોડી દીધો હતો. પરંતુ બાદમાં તેને પોતાની ભૂલ સ્વીકારી અને માફી માગી.

આ સમગ્ર વિવાદ નોર્વે સામેની મેચ પછી શરૂ થયો

આ સમગ્ર વિવાદ નોર્વે સામેની મેચ પછી શરૂ થયો હતો. મેચ પહેલા રોનાલ્ડોએ બીજા હાફમાં રમવાની આશા રાખી હતી અને વોર્મ-અપ પણ કર્યું હતું. પરંતુ મુખ્ય કોચ જોર્જ જીસસે તેને આખી મેચ દરમિયાન બેન્ચ પર રાખ્યો અને મેદાનમાં ઉતાર્યો નહીં.

વર્લ્ડકપ 2026 પછી તેની ભૂમિકા અંગે ચર્ચાના ભાગ રૂપે રોનાલ્ડોએ દાવો કર્યો હતો કે કોચે તેને 30 મિનિટનો રમવાનો સમય આપવાનું વચન આપ્યું હતું. કોચના ના પાડ્યા અને વચન તોડવાથી ગુસ્સે થઈને રોનાલ્ડોએ પરવાનગી વિના નેશનલ કેમ્પ છોડ્યો.

View post on Instagram

રોનાલ્ડોએ માગી માફી

મામલો વધુ વકરી ગયા પછી રોનાલ્ડોએ તેના સાથી ખેલાડીઓ અને ફેન્સ પાસે તેના વર્તન માટે માફી માગી અને સ્વીકાર્યું કે તેના કૃત્ય પછી શિસ્તભંગની કાર્યવાહી અનિવાર્ય છે. ફૂટબોલ ફેડરેશને આ બાબતને ખૂબ જ ગંભીર ગણાવી છે અને સ્પષ્ટ કર્યું છે કે દેશ માટે રમનાર કોઈપણ ખેલાડી, ભલે તેની લોકપ્રિયતા અને કદ ગમે તેટલું મોટું હોય, નિયમોથી ઉપર ન હોઈ શકે.

પોર્ટુગીઝ ફૂટબોલના ઈતિહાસમાં આ એક મહત્વપૂર્ણ સમય છે, કારણ કે રોનાલ્ડો ટીમના કેપ્ટન અને ઈન્ટરનેશનલ ફૂટબોલમાં સર્વકાલીન અગ્રણી ગોલ કરનાર ખેલાડી પણ છે. શિસ્ત સમિતિની તપાસ રોનાલ્ડોને આંતરરાષ્ટ્રીય ટીમમાં પાછા ફરવાની મંજૂરી આપશે કે પછી તેના પર લાંબા પ્રતિબંધનો સામનો કરવો પડશે તે જોવાનું રહેશે. પરંતુ વિવાદ વચ્ચે પણ રોનાલ્ડો અલ-નાસર માટે રમવાનું ચાલુ રાખશે, તાજેતરમાં અલ-દિરિયા સામે 3-0થી જીતમાં તેને ગોલ કર્યો હતો. પરંતુ તેના આંતરરાષ્ટ્રીય કરિયર પર 6 મહિનાના પ્રતિબંધનો ભય મંડરાઈ રહ્યો છે.

આ પણ વાંચો: Ind Vs Zim: ભારત પ્રવાસ માટે ઝિમ્બાબ્વે ટીમની જાહેરાત, બંને ટીમ પહેલી વાર એકબીજા સામે રમશે

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.