Rajkot Cricketer Mohit Ulva: મોહિત ઉલ્વાએ પાકિસ્તાન સામે છેલ્લા બોલે ચોગ્ગો ફટકારી ભારતને અપાવી જીત, પિતાની આંખોમાં ખુશીના આંસુ

Rajkot Cricketer Mohit Ulva: એશિયા કપની હાઈ-વોલ્ટેજ ફાઇનલમાં પાકિસ્તાન સામે રોમાંચક જીત અપાવનાર સૌરાષ્ટ્રના યુવા ક્રિકેટર મોહિત ઉલ્વાની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે.
Kunjan Shukal
Kunjan Shukal
Rajkot Cricketer Mohit Ulva FamilyRajkot Cricketer Mohit Ulva Family

Rajkot Cricketer Mohit Ulva Family

Rajkot Cricketer Mohit Ulva: રાજકોટ સહિત સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. એશિયા કપની હાઈ-વોલ્ટેજ ફાઇનલમાં પાકિસ્તાન સામે રોમાંચક જીત અપાવનાર સૌરાષ્ટ્રના યુવા ક્રિકેટર મોહિત ઉલ્વાની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે.

મેચના છેલ્લા બોલે ચોગ્ગો ફટકારી ભારતને વિજય અપાવનાર મોહિત ઉલ્વાની આ સિદ્ધિથી રાજકોટ સ્થિત તેના નિવાસસ્થાને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દીકરાની સફળતા જોઈ પિતાએ ભાવુક પ્રતિક્રિયા આપી હતી અને તેની વર્ષોની મહેનતને યાદ કરી હતી.

શું કહ્યું મોહિતા ઉલ્વાના પિતાએ?

મેચની રોમાંચક ક્ષણો યાદ કરતાં મોહિતના પિતાએ જણાવ્યું હતું કે, જ્યારે મોહિત બેટિંગ કરવા આવ્યો ત્યારે ભારતીય ટીમની 8 વિકેટ પડી ચૂકી હતી અને જીતવા માટે અંદાજે 10ના રનરેટથી 100 રનની જરૂર હતી. જોકે, મોહિતે હાર માનવાને બદલે આત્મવિશ્વાસ સાથે બેટિંગ શરૂ કરી હતી.

View post on Instagram

પાકિસ્તાનના અલી રઝા સહિતના ત્રણ ફાસ્ટ બોલરો સારી લયમાં બોલિંગ કરી રહ્યા હતા. તેમ છતાં મોહિતે શાનદાર ટાઇમિંગ સાથે તેમની સામે છગ્ગા ફટકારી ભારતીય ટીમની જીતની આશા જીવંત રાખી હતી. બીજી તરફ લક્ષ્ય રાયચંદાનીએ પણ એક છેડો સંભાળીને મહત્વનું યોગદાન આપ્યું હતું. અંતે મોહિતે છેલ્લા બોલે ચોગ્ગો ફટકારી ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી.

છેલ્લા સાડા નવ વર્ષથી મોહિત સતત ક્રિકેટની પ્રેક્ટિસ કરી રહ્યો છે

મોહિતના પિતાએ ભાવુક થતાં જણાવ્યું હતું કે, છેલ્લા સાડા નવ વર્ષથી મોહિત સતત ક્રિકેટની પ્રેક્ટિસ કરી રહ્યો છે. તેની ક્રિકેટ જ અમારી દુનિયા છે. મોહિતની ફિટનેસ, રૂટિન અને માનસિક મજબૂતી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. તેને દરરોજ 500-500 બોલની પ્રેક્ટિસ કરાવવામાં આવતી હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે, આટલાં વર્ષોની મહેનત અને સંઘર્ષનું આજે સુંદર પરિણામ મળ્યું છે. અગાઉ ભારતીય ટીમને ફાઈનલમાં નિરાશાનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ વખતે પાકિસ્તાનને હરાવી ખિતાબ જીતતાં સમગ્ર દેશનું ગૌરવ વધ્યું છે. રાજકોટના આ યુવા ક્રિકેટરની સિદ્ધિથી પરિવારજનો, મિત્રો અને ક્રિકેટપ્રેમીઓમાં ખુશીની લહેર પ્રસરી છે.

આ પણ વાંચો: Ahmedabad News: U19માં પાકિસ્તાન સામે ભારતની જીતથી ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહ, ખોખરામાં ફટાકડા ફોડીને કરાઈ ભવ્ય ઉજવણી