Asian Games 2026: તજિન્દરપાલ સિંહ તૂરે 20.64 મીટરના બેસ્ટ થ્રો સાથે શોટ પુટમાં જીત્યો સિલ્વર મેડલ


Asian Games 2026
Asian Games 2026: તજિન્દરપાલ સિંહ તૂરે 20.64 મીટરના બેસ્ટ થ્રો સાથે શોટ પુટમાં જીત્યો સિલ્વર મેડલ


Asian Games 2026
Asian Games 2026: તજિન્દરપાલ સિંહ તૂરે મેન્સની શોટ પુટ ઈવેન્ટમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો. તજિન્દરએ તેના પાંચમા પ્રયાસમાં 20.64 મીટરનો તેનો બેસ્ટ થ્રો હાંસલ કર્યો. તજિન્દર શરૂઆતથી જ મેડલ માટે દોડમાં હતો, પરંતુ સ્પર્ધા દરમિયાન એક સમયે તે ત્રીજા સ્થાને સરકી ગયો. ત્યારબાદ તેને પાંચમા પ્રયાસમાં 20.64 મીટરનો થ્રો કરીને શાનદાર વાપસી કરી અને સિલ્વર મેડલ મેળવ્યો.
તાજિંદર પાસે તેના અંતિમ પ્રયાસમાં ગોલ્ડ મેડલ માટે પડકાર ફેંકવાની તક હતી , પરંતુ તેને તેના અંતિમ પ્રયાસમાં ફાઉલ કર્યો. પરિણામે, 20.64 મીટરનો તેનો પાંચમો પ્રયાસ તેનો બેસ્ટ પ્રયાસ હતો, અને તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.
ભારતના તજિન્દરપાલ સિંહ તૂરે રચ્યો ઈતિહાસ
ભારતના તજિન્દરપાલ સિંહ તૂરે શનિવારે એશિયન ગેમ્સમાં પુરુષોના શોટ પુટમાં સિલ્વર મેડલ જીત્યો, જે કોન્ટિનેન્ટલ ગેમ્સમાં તેનો ત્રીજો મેડલ હતો. અગાઉની બે આવૃત્તિઓમાં ગોલ્ડ મેડલ જીતનાર તજિન્દરપાલ સિંહ તૂરે 20.64 મીટરના શોટ પુટ ફેંકીને બીજા નંબરે રહ્યો. ઈરાનના મોહમ્મદરેઝા તૈયબીસેહે એશિયન ગેમ્સનો રેકોર્ડ તોડ્યો અને 20.81 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો, જેનાથી તૂરનો 2018માં સ્થાપિત 20.75 મીટરનો અગાઉનો રેકોર્ડ તોડ્યો. સાઉદી અરેબિયાના મોહમ્મદ તોલુએ 20.48 મીટરના પ્રયાસ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો.
તજિન્દરપાલ સિંહ તૂરના મુખ્ય રેકોર્ડ અને સિદ્ધિઓ
2017 એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ - સિલ્વર મેડલ
2018 એશિયન ગેમ્સ - ગોલ્ડ મેડલ
2019 એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ - ગોલ્ડ મેડલ
2023 એશિયન ઈન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ - ગોલ્ડ મેડલ
2023 એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ - ગોલ્ડ મેડલ
2023 એશિયન ગેમ્સ - ગોલ્ડ મેડલ
2026 એશિયન ગેમ્સ - સિલ્વર મેડલ
આ પણ વાંચો: Asian Games 2026: કબડ્ડીમાં ભારતે જીત્યો બીજો ગોલ્ડ મેડલ, ઈરાનને 40-34 થી હરાવ્યું





