PM Modiએ 10 મીટર રાઈફલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત બાદ મહિલા ટીમની કરી પ્રશંસા, કહ્યું- 'ટીમવર્કથી શાનદાર પરિણામો...'


PM Modi
PM Modiએ 10 મીટર રાઈફલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત બાદ મહિલા ટીમની કરી પ્રશંસા, કહ્યું- 'ટીમવર્કથી શાનદાર પરિણામો...'


PM Modi
PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સ 2026માં સિલ્વર મેડલ જીત બાદ મહિલા 10 મીટર એર રાઈફલ ટીમને અભિનંદન આપ્યા છે. તેમને 10 મીટર એર રાઈફલ વ્યક્તિગત ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતનાર ઈલાવેનિલ વલારિવનની પણ પ્રશંસા કરી.
ક્વોલિફિકેશન સ્કોરના આધારે નક્કી કરવામાં આવ્યા મેડલ
ભારતીય મહિલા ટીમનો સિલ્વર મેડલ ક્વોલિફિકેશન સ્કોરના આધારે નક્કી કરવામાં આવ્યો હતો. ત્રણેય ખેલાડીઓએ કુલ 1898.0 નો સ્કોર કર્યો અને પોડિયમ પર બીજું સ્થાન મેળવ્યું. સોનમે 634.1 ના ઉત્તમ સ્કોર સાથે ક્વોલિફિકેશનમાં ભારતનું ત્રીજું સ્થાન મેળવ્યું, જ્યારે ઈલાવેનિલ 633.5 ના સ્કોર સાથે સાતમા સ્થાને રહી. વિદર્શાએ મજબૂત 630.4 નો સ્કોર કર્યો અને વ્યક્તિગત રેન્કિંગમાં 12મું સ્થાન મેળવ્યું, જેનાથી ભારતની ટીમ સિલ્વર મેડલ સુનિશ્ચિત થયો.
પ્રધાનમંત્રી કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર ટ્વિટ કર્યું, "સખત મહેનત અને ટીમવર્કથી શાનદાર પરિણામો મળે છે. એશિયન ગેમ્સ 2026 માં મહિલા 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ સોનમ ઉત્તમ મસ્કર, ઈલાવેનિલ વલારિવન અને વિદર્શા કે. વિનોદ પર ગર્વ છે. તેમની સફળતા ભવિષ્યમાં ઘણા ખેલાડીઓને પ્રેરણા આપશે."
https://twitter.com/PMOIndia/status/2101618200580706417
ઈલાવેનિલ વલારિવને વ્યક્તિગત ઈવેન્ટમાં જીત્યો સિલ્વર મેડલ
2019 વર્લ્ડકપમાં ગોલ્ડ મેડલ જીતનાર ઈલાવેનિલ વાલારિવન (252.4), એ મહિલા 10 મીટર એર રાઈફલ વ્યક્તિગત ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો.
https://twitter.com/PMOIndia/status/2101619229556715987
અન્ય એક ટ્વિટમાં પ્રધાનમંત્રી કાર્યાલયે ઈલાવેનિલ વાલારિવનની પ્રશંસા કરતા લખ્યું છે કે "ભારતીય શૂટર્સ આપણને ગૌરવ અપાવવાનું ચાલુ રાખે છે. એશિયન ગેમ્સમાં મહિલા 10 મીટર એર રાઈફલ વ્યક્તિગત ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ ઈલાવેનિલ વલારિવનને અભિનંદન. આ દિવસનો તેમનો બીજો મેડલ હતો, જે આ સિદ્ધિને વધુ ખાસ બનાવે છે. તેમના ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ."
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પાઠવી શુભેચ્છા
આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ એક્સ પર લખ્યું, "એશિયન ગેમ્સ 2026માં મહિલા 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ ઈલાવેનિલ વલારિવન, વિદર્શા કે. વિનોદ અને સોનમ ઉત્તમ મસ્કરને હાર્દિક અભિનંદન. તમારી ઉત્કૃષ્ટ સિદ્ધિએ રમતોમાં ભારતના મેડલ ટેલીનું ખાતું ખોલ્યું છે અને દેશને ગૌરવ અપાવ્યું છે. હું તમને તમારી ભવિષ્યની સફળતા માટે શુભકામનાઓ પાઠવું છું."
https://twitter.com/rashtrapatibhvn/status/2101569410481922140
અન્ય એક ટ્વિટમાં રાષ્ટ્રપતિએ લખ્યું છે કે "એશિયન ગેમ્સ 2026 માં મહિલા 10 મીટર એર રાઈફલ વ્યક્તિગત ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ ઈલાવેનિલ વલારિવનને હાર્દિક અભિનંદન. તમારા ઉત્કૃષ્ટ પ્રદર્શનથી રાષ્ટ્રને ગૌરવ મળ્યું છે. ભવિષ્યમાં વધુ મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા બદલ હું તમને શુભેચ્છા પાઠવું છું."
https://twitter.com/rashtrapatibhvn/status/2101607438566977568
ગૃહમંત્રી અમિત શાહે પણ પાઠવી શુભેચ્છા
ગૃહમંત્રી અમિત શાહે એક્સ પર પોસ્ટ કર્યું, "ભારત એશિયન ગેમ્સમાં તેના મેડલ અભિયાનની શરૂઆત સિલ્વર મેડલથી કરે છે. શૂટિંગ 10 મીટર રાઈફલ મહિલા (ટીમ) ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ ઈલાવેનિલ વલારિવન, સોનમ ઉત્તમ મસ્કર અને વિદર્શા કે. વિનોદને અભિનંદન. ભવિષ્યની સ્પર્ધાઓ માટે શુભકામનાઓ."
ભારતીય મહિલા ટીમની પ્રશંસા કરતા કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ લખ્યું છે "એશિયન ગેમ્સ 2026 માં ભારતનો પહેલો મેડલ. મહિલા 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ ઈલાવેનિલ વલારિવન, સોનમ મસ્કર અને વિદર્શા કે. વિનોદને હાર્દિક અભિનંદન. ટીમ ઈન્ડિયાના મેડલ અભિયાનની શાનદાર શરૂઆત. ભવિષ્યમાં અમારા ચેમ્પિયન અને સમગ્ર ટીમને વધુ સફળતા મળે તેવી શુભેચ્છા."
આ પણ વાંચો: Asian Games 2026: હોકીમાં ભારતની મજબૂત શરૂઆત, ઈન્ડોનેશિયાને 13-1થી હરાવ્યું





