Asian Games 2026: PM મોદીએ ભારતીય વિમેન્સ ટીમને ગોલ્ડ મેડલ જીતવા બદલ આપ્યા અભિનંદન


Asian Games 2026
Asian Games 2026: PM મોદીએ ભારતીય વિમેન્સ ટીમને ગોલ્ડ મેડલ જીતવા બદલ આપ્યા અભિનંદન


Asian Games 2026
Asian Games 2026: ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય ટીમે ફાઈનલમાં શ્રીલંકાને 147 રનના મોટા માર્જિનથી હરાવીને મેચ જીતી અને ગોલ્ડ મેડલ જીત્યો. એશિયન ગેમ્સ 2026માં આ ભારતનો પહેલો ગોલ્ડ મેડલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય વિમેન્સ ટીમને તેમની ગોલ્ડ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા.
PMOએ ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમને પાઠવી શુભેચ્છા
પીએમઓ તરફથી એક્સ પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે "ભારતીય ક્રિકેટ માટે એક મહાન જીત. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ આપણી વિમેન્સ ક્રિકેટ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આ રમતગમતમાં શાનદાર પ્રદર્શન હતું, જેમાં આત્મવિશ્વાસ, કૌશલ્ય અને ઉત્તમ ટીમવર્ક દર્શાવવામાં આવ્યું હતું. આ જીત ભારતને આ આવૃત્તિનો પહેલો ગોલ્ડ મેડલ પણ આપે છે. ટીમે દેશને ગૌરવ અપાવ્યું છે અને દેશભરના અસંખ્ય યુવા ક્રિકેટરોને પ્રેરણા આપશે."
સ્મૃતિ મંધાનાનું શાનદાર પ્રદર્શન
મેચ અંગે ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. શેફાલી વર્માના 29 બોલમાં 3 છગ્ગા અને 3 ચોગ્ગા સાથે 48 રન, સ્મૃતિ મંધાના 45 બોલમાં 7 છગ્ગા અને 5 ચોગ્ગા સાથે 79 રન અને વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષના 22 બોલમાં 3 છગ્ગા અને 6 ચોગ્ગા સાથે અણનમ 49 રનની મદદથી ભારત 20 ઓવરમાં 3 વિકેટે 216 રન સુધી પહોંચી શક્યું.
https://twitter.com/PMOIndia/status/2102314505049079943
ભારતે સતત બીજી વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો
217 રનના ટાર્ગેટનો પીછો કરતા શ્રીલંકાની ટીમ 15.4 ઓવરમાં 69 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. કેપ્ટન ચમારી અથાપટ્ટુએ સૌથી વધુ 29 રન બનાવ્યા. વિકેટકીપર કૌશિની નુથ્યાંગનાએ 14 અને કવિશા દિલહારીએ 11 રન બનાવ્યા.
ભારત તરફથી દીપ્તિ શર્માએ 3 વિકેટ લીધી, જ્યારે શેફાલી વર્મા, શ્રેયંકા પાટિલ અને શ્રી ચરાણીએ 2-2 વિકેટ લીધી. ભારતે સતત બીજી વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. શ્રીલંકાએ સિલ્વર મેડલ જીત્યો, જ્યારે પાકિસ્તાને બ્રોન્ઝ મેડલ જીત્યો.
આ પણ વાંચો: India Vs Japan: ટીમ ઈન્ડિયાએ જાપાનને 2 રને હરાવ્યું, સુઝુકી કપ જીત્યો





