Asian Games 2026માં ભારતે મેડલ ટેલીમાં લગાવી લાંબી છલાંગ, અત્યાર સુધી જીત્યા 85 મેડલ


Asian Games 2026
Asian Games 2026માં ભારતે મેડલ ટેલીમાં લગાવી લાંબી છલાંગ, અત્યાર સુધી જીત્યા 85 મેડલ


Asian Games 2026
Asian Games 2026: જાપાનના આઈચી-નાગોયામાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. 3 ઓક્ટોબર 2026ના લેટેસ્ટ ઉપલબ્ધ આંકડા મુજબ ભારતે અત્યાર સુધીમાં કુલ 85 મેડલ પોતાના નામે કર્યા છે. જેમાં 21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ સાથે ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને પહોંચ્યું છે.
શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. આ પહેલા તીરંદાજીમાં વિમેન્સ વ્યક્તિગત ફાઈનલમાં 17 વર્ષની કુમકુમ મોહોદે ઐતિહાસિક રિકર્વ તીરંદાજી ગોલ્ડ મેડલ જીત્યો હતો. કુમકુમ મોહોદે સાઉથ કોરિયાની ઓહ યેજિન સામે શૂટ-ઓફમાં જીત મેળવી હતી જ્યારે કોરિયન તીરંદાજે 8 અને કુમકુમે પરફેક્ટ 10 સ્કોર કર્યો હતો.
એશિયન ગેમ્સ અભિયાનમાં કુમકુમનો આ બીજો ગોલ્ડ મેડલ છે અને વિમેન્સ રિકર્વ વ્યક્તિગત ઈવેન્ટમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ છે. આ વર્ષે તીરંદાજીમાં ભારતનો આ પાંચમો ગોલ્ડ મેડલ છે. દિવસનો ભારતનો બીજો ગોલ્ડ મેડલ પ્રણવી ઉર્સે ગોલ્ફમાં જીત્યો હતો, જ્યારે ભારતે ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જેમાં અદિતિ અશોકનો પણ સમાવેશ થાય છે. પ્રણવી ઉર્સ એશિયન ગેમ્સમાં ગોલ્ફ વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની છે.
ક્રિકેટ પછી ભારતે કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીત્યો
શ્રેયસ ઐયરના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. ભારતે પહેલા બેટિંગ કરતા 211 રન બનાવ્યા હતા, જેનો પીછો કરતી વખતે પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં ફક્ત 192 રન જ બનાવી શકી. ભારતે મેચ 19 રનથી જીતી લીધી. આ દરમિયાન, અમન સેહરાવતે કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીત્યો. તેને ફાઈનલમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયન હાન ચોંગ-સોંગને 11-7થી હરાવ્યો. વર્તમાન એશિયન ગેમ્સમાં આ ભારતનો 20મો ગોલ્ડ મેડલ છે. દીપક પુનિયાએ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. તેને મોંગોલિયન ગ્રેપલર ગનબાતરિન ગાંખુઆગને 2-1થી હરાવ્યો.
નીરજ ચૌહાણે રિકર્વ પુરુષોની વ્યક્તિગત તીરંદાજી ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. નીરજ ચૌહાણે રિકર્વ મેન્સની વ્યક્તિગત બ્રોન્ઝ મેડલ મેચમાં સિનિયર દેશબંધુ ધીરજ બોમ્મદેવરાને હરાવ્યો.
પ્રણવી ઉર્સે ગોલ્ફમાં ગોલ્ડ મેડલ જીત્યો
ગોલ્ફના ચાર રાઉન્ડ પછી ભારતીય ખેલાડીઓ 15 અંડર પાર સાથે ટોપ પર રહ્યા, જ્યારે શેનોન ટેન અને યિન રુનિંગ 14 અંડર પાર સાથે સમાપ્ત થયા, અને સંયુક્ત રીતે સિલ્વર મેડલ જીત્યો.
કુમકુમ મોહોદે ગોલ્ડ મેડલ જીત્યો
વિમેન્સ વ્યક્તિગત રિકર્વ ફાઈનલ 5-5 થી બરાબરી પર રહ્યા બાદ શૂટ-ઓફમાં 17 વર્ષના ખેલાડીએ સાઉથ કોરિયાની ઓહ યેજિનને 10-8થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો.
આ રમતોમાં ભારતે જીત્યા મેડલ
ભારતીય ખેલાડીઓએ કુલ 20 રમતોમાં મેડલ જીત્યા છે. જેમાં એથ્લેટિક્સ, શૂટિંગ, તીરંદાજી, હોકી, ક્રિકેટ, કબડ્ડી, બોક્સિંગ, કુસ્તી, બેડમિન્ટન, સ્ક્વોશ, ગોલ્ફ, વેઈટલિફ્ટિંગ, રોઈંગ, સેલિંગ, વુશુ, ટેબલ ટેનિસ, સોફ્ટ ટેનિસ, કુરાશ, સેપાક ટાકરો અને મિક્સ્ડ માર્શલ આર્ટ્સનો સમાવેશ થાય છે.
હોકી અને ક્રિકેટમાં પણ ગોલ્ડ મેડલ
ભારતીય વિમેન્સ અને મેન્સ બંને હોકી ટીમોએ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. મેન્સ ટીમે ફાઈનલમાં મલેશિયાને 5-1થી હરાવ્યું હતું, જ્યારે વિમેન્સ ટીમે ચીનને 1-0થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો. આ સિવાય ભારતીય વિમેન્સ અને મેન્સ ક્રિકેટ ટીમે પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. આમ એશિયન ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓએ વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કર્યું છે.
આ પણ વાંચો: Asian Games 2026: ભારતની મેન્સ હોકી ટીમે એશિયન ગેમ્સમાં રચ્યો ઈતિહાસ, પાંચમી વખત જીત્યો ગોલ્ડ મેડલ




