Get News Alerts

Never miss breaking news updates.

Asian Games 2026: અનાહત સિંહે રચ્યો ઈતિહાસ, વિમેન્સ સિંગલ્સ સ્ક્વોશમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ખેલાડી બની

Asian Games 2026માં 18 વર્ષની ભારતીય વિમેન્સ સ્ક્વોશ ખેલાડી અનાહત સિંહ ગોલ્ડ મેડલ જીતવાનું ચૂકી ગઈ હોય, પરંતુ તે એશિયન ગેમ્સની આ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની.
Nancy ShuklaUpdated on: 27 Sep 2026 04:11 PM IST
Asian Games 2026: અનાહત સિંહે રચ્યો ઈતિહાસ, વિમેન્સ સિંગલ્સ સ્ક્વોશમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ખેલાડી બનીAsian Games 2026: અનાહત સિંહે રચ્યો ઈતિહાસ, વિમેન્સ સિંગલ્સ સ્ક્વોશમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ખેલાડી બની

Asian Games 2026

Asian Games 2026: જાપાનના આઈચી નાગોયામાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2026 માં ભારતની 18 વર્ષની યુવા સ્ક્વોશ ખેલાડી અનાહત સિંહ વિમેન્સ સિંગલ્સ ગોલ્ડ મેડલ મેચમાં મલેશિયન ખેલાડી શિવસાંગરી સુબ્રમણ્યમ સામે 4-11, 4-11, 7-11 થી હારી ગઈ, જેનાથી તેણે ચોક્કસપણે સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી.

નાહતની ફાઈનલ સુધીની સફર ખૂબ પ્રભાવશાળી રહી જેમાં તેણે વિશ્વની ઘણી બેસ્ટ ખેલાડીઓને હરાવી, પરંતુ ગોલ્ડ મેડલ જીતવાનું ચૂકી ગઈ. પરંતુ આ છતાં, અનાહત સિંહ એશિયન ગેમ્સના ઈતિહાસમાં સ્ક્વોશની સિંગલ્સ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય વિમેન્સ ખેલાડી બનીને ઈતિહાસ રચવામાં સફળ રહી.

અનાહત ઓલિમ્પિક માટે સીધી ક્વોલિફિકેશન ચૂકી ગઈ

18 વર્ષની અનાહત સિંહે 2026ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેચ હારી ગયા બાદ 2028 ની લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમ્સમાં સીધી સ્થાન મેળવવાની તક ગુમાવી દીધી. 18 વર્ષની ખેલાડીની મેચ અનુભવી મલેશિયન ખેલાડી સામે થઈ હતી. શરૂઆતની ગેમમાં શિવસાંગરીએ તેના મજબૂત આક્રમક રમતથી રેલીઓને નિયંત્રિત કરી, અને અનાહત 4-11 થી હારી ગઈ.

ત્યારબાદ અનાહત બીજી ગેમ પણ 4-11 થી અને ત્રીજી 11-7 થી હારી ગઈ. અગાઉ અનાહતે સેમીફાઈનલમાં મજબૂત પ્રદર્શન કર્યું હતું, 2 ગેમ પાછળ રહીને વિશ્વની નંબર 6 સાતોમી વાતાનાબેને હરાવી હતી, 2 મેચ પોઈન્ટ બચાવ્યા હતા અને એશિયન ગેમ્સની વિમેન્સ સિંગલ્સ સ્ક્વોશ ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય બની હતી.

અભય સિંહને પણ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો

અનાહત સિવાય પુરુષોની સિંગલ્સ સ્ક્વોશ ઈવેન્ટમાં ભારતના અભય સિંહને ગોલ્ડ મેડલ મેચમાં મલેશિયન યુન યુ એનજી સામે એકતરફી હારનો સામનો કરવો પડ્યો, જેમાં તે ત્રણેય ગેમ 11-9, 11-5, 11-5થી હારી ગયો. જ્યારે અભયને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો, તે 2014 અને 2023માં સિંગલ્સમાં સિલ્વર મેડલ જીતનાર સૌરવ ઘોષાલ પછી આ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતનાર બીજો ભારતીય ખેલાડી બન્યો. પરંતુ ફાઈનલમાં હારનો અર્થ એ પણ થયો કે તે LA 2028 ઓલિમ્પિક માટે સીધી ક્વોલિફિકેશનથી ચૂકી ગયો.

આ પણ વાંચો: Team Indiaની વેસ્ટ ઈન્ડિઝ સામે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર, નમન ધીરે કર્યું ડેબ્યૂ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.