Rahul Dravidના પુત્ર અન્વયે 151 રનની શાનદાર ઈનિંગ રમી, ટીમે 358 રનના ટાર્ગેટનો કર્યો પીછો


Rahul Dravid
Rahul Dravidના પુત્ર અન્વયે 151 રનની શાનદાર ઈનિંગ રમી, ટીમે 358 રનના ટાર્ગેટનો કર્યો પીછો


Rahul Dravid
Rahul Dravidનો નાનો પુત્ર 17 વર્ષનો અન્વય દ્રવિડ હાલમાં શાનદાર ફોર્મમાં છે. તે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી વિનુ માંકડ ટ્રોફીમાં કર્ણાટક ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. ગુજરાત સામેની મેચમાં તેને માત્ર 100 બોલમાં 151 રનની તોફાની ઈનિંગ રમી, જેમાં 20 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે.
તેની શાનદાર બેટિંગને કારણે કર્ણાટકે 5 વિકેટ બાકી રહેતા ગુજરાતના 358 રનના વિશાળ ટાર્ગટને સરળતાથી પ્રાપ્ત કરી લીધું. 17 વર્ષના અન્વયે તેની આક્રમક અને જવાબદાર બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું.
સમીર ભંડારી અને યશ પંજવાની વચ્ચે 217 રનની પાર્ટનરશીપ
મેચ ખૂબ જ રોમાંચક રહી, બંને ટીમોના ખેલાડીઓએ બાઉન્ડ્રી અને સિક્સર ફટકારી. પહેલા બેટિંગ કરતા ગુજરાતની શરૂઆત ખરાબ રહી, તેને સાતમી ઓવરમાં 19 રનમાં પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ શૌર્ય પંચોલી અને વેદ પટેલે 66 રન ઉમેરીને ઈનિંગને મજબૂત બનાવી દીધી. પરંતુ કર્ણાટકના બોલર્સે દબાણ લાવીને ગુજરાતને 100 રનથી પણ ઓછા રનમાં 3 વિકેટ ગુમાવી દીધી.
ત્યારબાદ બેટિંગ કરવા આવેલા કુશ પટેલ અને સમીર ભંડારીએ ચોથી વિકેટ માટે 40 રન બનાવ્યા. 31મી ઓવરમાં કુશ આઉટ થયા પછી સમીર ભંડારી અને યશ પંજવાનીએ પાંચમી વિકેટ માટે રેકોર્ડબ્રેક 217 રનની પાર્ટનરશીપ કરી. આ પ્રભાવશાળી પાર્ટનરશીપે ગુજરાતને નિર્ધારિત ઓવરોમાં 357 રનનો વિશાળ સ્કોર બનાવવામાં મદદ કરી. સમીર અને યશના આ શાનદાર પ્રદર્શનથી મેચ વધુ રોમાંચક બની ગઈ.
અન્વય અને ધ્રુવ કૃષ્ણાએ 204 રનની પાર્ટનરશીપ કરી
કર્ણાટકની શરૂઆત સારી ન હતી. રોહિત રેડ્ડી અને નીતિશ આર્યએ પહેલી વિકેટ માટે 30 રન બનાવ્યા, પરંતુ નીતિશ છઠ્ઠી ઓવરમાં આઉટ થઈ ગયો. ત્યારબાદ રોહિત અને ધ્રુવ કૃષ્ણાએ બીજી વિકેટ માટે 33 રન બનાવ્યા, પરંતુ રોહિત પણ 12મી ઓવરમાં આઉટ થઈ ગયો. શરૂઆતના આંચકાઓ પછી, કેપ્ટન અન્વય દ્રવિડે જવાબદારી સંભાળી અને ધ્રુવ કૃષ્ણ સાથે મળીને મેચનું પાસું ફેરવી દીધું. બંને બેટ્સમેને ત્રીજી વિકેટ માટે 204 રનની શાનદાર પાર્ટનરશીપ કરી, જેનાથી કર્ણાટકની જીત નિશ્ચિત કરી.
38મી ઓવરમાં ધ્રુવ કૃષ્ણા આઉટ થયા પછી, કેપ્ટન અન્વયે અનિકેત રેડ્ડી સાથે મળીને ચોથી વિકેટ માટે ૬૧ રન બનાવ્યા. અન્વયે 151 રનની શાનદાર ઈનિંગ રમીને 44મી ઓવરમાં આઉટ થયો. તેના આઉટ થયા પછી, અનિકેત રેડ્ડી અને તેજસ રેડ્ડીએ બાકીના રન બનાવી કર્ણાટકને 5 વિકેટથી યાદગાર જીત અપાવી. આ પહેલા દિલ્હી સામેની પાછલી મેચમાં અન્વયે પણ શાનદાર બેટિંગ કરી હતી, જેમાં તેને માત્ર 41 બોલમાં 85 રન ફટકાર્યા હતા. તે મેચમાં, રોહિત રેડ્ડી, નીતિશ આર્ય અને ધ્રુવ કૃષ્ણા સાથે મળીને, કર્ણાટકએ પ્રથમ બેટિંગ કરતા 418 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
આ પણ વાંચો: Delhi Capitalsએ કરી મોટી જાહેરાત, 761 ઈન્ટરનેશનલ વિકેટ લેનારા બોલરને સોંપી મોટી જવાબદારી





