IPL 2027: મહેલા જયવર્ધનેએ છોડ્યું મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચનું પદ, 10 વર્ષમાં 3 વખત ટીમને બનાવી ચેમ્પિયન


Mahela Jayawardene
IPL 2027: મહેલા જયવર્ધનેએ છોડ્યું મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચનું પદ, 10 વર્ષમાં 3 વખત ટીમને બનાવી ચેમ્પિયન


Mahela Jayawardene
IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચ મહેલા જયવર્ધનેએ IPL 2027 સીઝન પહેલા પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમને છેલ્લા 2 વર્ષથી ટીમને કોચિંગ આપ્યું છે અને અગાઉ 2017 થી 2022 સુધી હેડ કોચ તરીકે સેવા આપી હતી. તેમના કાર્યકાળ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે 3 વખત IPL ખિતાબ જીત્યો હતો.
ફ્રેન્ચાઈઝીએ તેમના યોગદાનની પ્રશંસા કરતા કહ્યું કે તેમને શિસ્ત, પરસ્પર સહયોગ અને હંમેશા ટીમને પ્રથમ રાખવાની માનસિકતા કેળવી હતી. તેમના આ નિર્ણયથી મુંબઈ ઈન્ડિયન્સ સાથેના તેમના લગભગ દાયકા જૂના જોડાણનો અંત આવે છે.
મહેલા જયવર્ધનેએ ઈમોશનલ સંદેશ શેર કર્યો
મુંબઈ ઈન્ડિયન્સ છોડ્યા પછી મહેલા જયવર્ધને ભાવુક થઈ ગયા હતા. તેમને ટીમના ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને ફેન્સનો આભાર માન્યો અને નીતા અંબાણી અને આકાશ અંબાણીના વિશ્વાસ અને મિત્રતાને તેમની સફરનો મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો. તેમને કહ્યું કે ટીમ સાથે મળીને તેમને ઘણી યાદગાર ક્ષણો શેર કરી, પડકારોનો બહાદુરીથી સામનો કર્યો અને એવી સફળતા મેળવી કે જેના પર દરેકને ગર્વ છે. ભવિષ્ય માટે ટીમને શુભકામનાઓ આપતા તેમને કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સ હંમેશા તેમના હૃદયની ખૂબ નજીક રહેશે.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">“Mumbai Indians has been a very special part of my journey for over a decade now. The players, coaching team, the incredible support of the #OneFamily and above all the fans have made this an experience I will always treasure.
Together, we have shared some unforgettable moments, overcome challenges and built something we can all be proud of.
I want to sincerely thank Mrs. Nita Ambani and Akash Ambani for their unwavering trust, support and friendship over the years.
I leave with immense pride in what we have achieved together and will always carry a special place in my heart for MI. I wish the team every success in the years ahead.”
- Mahela Jayawardene</p>— Mumbai Indians (@mipaltan) <a href="https://x.com/mipaltan/status/2111359294683611550?ref_src=twsrc%5Etfw">October 17, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
નીતા અંબાણીએ મહેલા જયવર્ધનેના વખાણ કર્યા
મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણીએ મહેલા જયવર્ધનેની પ્રશંસા કરતા કહ્યું કે તેમને ટીમ માટે ખૂબ સારું કામ કર્યું છે. તેમનો શાંત સ્વભાવ, પ્રામાણિકતા અને રમત પ્રત્યેનો પ્રેમ ટીમ માટે ઘણો અર્થ ધરાવે છે. સમગ્ર "એક પરિવાર" વતી, તેમણે મહેલા જયવર્ધનેના કાર્ય અને સમર્થન બદલ આભાર માન્યો. નીતા અંબાણીએ એમ પણ કહ્યું કે મહેલા હંમેશા તેમના પરિવારનો ભાગ રહેશે અને તેઓ હંમેશા તેમની સાથે શેર કરેલી યાદોને યાદ રાખશે. તેમણે મહેલાને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">“Mahela has made a significant contribution to Mumbai Indians over the years. His calm leadership, integrity and deep love for the game have meant so much to us.
On behalf of the entire MI family, I want to thank Mahela for his immense contribution and unwavering commitment over the years.
We will always cherish the journey we have shared and the memories we have created together. Mahela will always be a part of our #OneFamily, and we wish him every happiness and success in the journey ahead.”
- Mrs. Nita M. Ambani</p>— Mumbai Indians (@mipaltan) <a href="https://x.com/mipaltan/status/2111351520553992200?ref_src=twsrc%5Etfw">October 17, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
મુંબઈએ છેલ્લે 2020 માં IPL જીત્યું હતું
IPL 2027 માટે રિટેન્શન ડેડલાઈન 15 નવેમ્બર છે, એટલે કે હવે ખૂબ જ ઓછો સમય બાકી છે, અને મુંબઈ ઈન્ડિયન્સને ટૂંક સમયમાં નવો હેડ કોચ શોધવો પડશે. મુંબઈએ છેલ્લે 2020 માં IPL જીત્યું હતું, જે સતત 2 સિઝન માટે ટાઈટલ બચાવનાર પ્રથમ ટીમ બની હતી. આ બંને પ્રભાવશાળી જીત જયવર્ધનેના કાર્યકાળ દરમિયાન મળી હતી. IPL 2026માં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ ટીમ પોઈન્ટ ટેબલમાં નીચેથી બીજા સ્થાને રહી હતી, અને આ વચ્ચે હાર્દિક દ્વારા ટીમ બદલવા અથવા તેમની વચ્ચે ટ્રેડ કરવાની અટકળો વધી રહી છે.
આ પણ વાંચો: SRHની માલિક કાવ્યા મારન અનિરુદ્ધ રવિચંદર સાથે કરશે લગ્ન, ગ્રીસમાં યોજાશે ફંક્શન





