Delhi Capitalsએ કરી મોટી જાહેરાત, 761 ઈન્ટરનેશનલ વિકેટ લેનારા બોલરને સોંપી મોટી જવાબદારી


Chaminda Vaas
Delhi Capitalsએ કરી મોટી જાહેરાત, 761 ઈન્ટરનેશનલ વિકેટ લેનારા બોલરને સોંપી મોટી જવાબદારી


Chaminda Vaas
Delhi Capitals: IPL 2027 પહેલા દિલ્હી કેપિટલ્સે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ દિગ્ગજ સૌરવ ગાંગુલીને હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા છે . સૌરવ ગાંગુલીનું આગમન આગામી IPL સીઝન માટે દિલ્હી કેપિટલ્સ ટીમમાં મોટા ફેરફારો દર્શાવે છે.
યુવરાજ સિંહને તાજેતરમાં બેટિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, અને હવે શ્રીલંકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ચામિંડા વાસને નવા ફાસ્ટ બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 52 વર્ષના આ પદ પર મુનાફ પટેલનું સ્થાન લેશે. દિલ્હી ફ્રેન્ચાઈઝીએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આ માહિતી આપી છે.
ચામિંડા વાસ ડેક્કન ચાર્જર્સ સાથે IPL જીત્યો
ચામિંડા વાસને વિશ્વના બેસ્ટ લેફ્ટ ફાસ્ટ બોલરોમાંના એક ગણવામાં આવે છે. તેઓ IPLના શરૂઆતના વર્ષોમાં (2008 થી 2010) ડેક્કન ચાર્જર્સ માટે રમ્યા હતા, 13 મેચોમાં 18 વિકેટ લીધી હતી. તેઓ એડમ ગિલક્રિસ્ટની આગેવાની હેઠળની ડેક્કન ચાર્જર્સ ટીમનો ભાગ હતા જેને 2009 માં દક્ષિણ આફ્રિકામાં બીજી સીઝનની ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને હરાવીને તેનું પ્રથમ IPL ટાઇટલ જીત્યું હતું.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">World Cup winner and Sri lanka's best ever 🔥
Welcome to Tiger Territory, coach 💙❤️ https://t.co/SuVQ9rGHuO</p>— Delhi Capitals (@DelhiCapitals) <a href="https://x.com/DelhiCapitals/status/2111306209626333270?ref_src=twsrc%5Etfw">October 17, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
ચામિંડા વાસે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 761 વિકેટ લીધી
1994 થી 2009 સુધીના તેમના 15 વર્ષના ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ચામિંડા વાસે શ્રીલંકા માટે 111 ટેસ્ટ, 322 વનડે અને 6 T20 મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેમને પોતાની બોલિંગ કુશળતા દર્શાવી, ટેસ્ટમાં 355 વિકેટ, વનડેમાં 400 અને T20 મેચમાં 6 વિકેટ લીધી. તેમની પાસે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 761 વિકેટ છે. તેમને બેટથી પણ યોગદાન આપ્યું, ટેસ્ટમાં 3089 રન અને વનડેમાં 2025 રન બનાવ્યા. ટેસ્ટ ક્રિકેટમાં તેમના નામે એક શાનદાર સદી અને 13 અડધી સદી પણ છે.
ચામિંડા વાસ પહેલી વાર IPLમાં કોચિંગ કરશે
ચામિંડા વાસ પાસે કોચિંગનો બહોળો અનુભવ છે. તેમને અગાઉ શ્રીલંકાની રાષ્ટ્રીય ટીમ સાથે કોચ તરીકે કામ કર્યું છે. પરંતુ IPLમાં દિલ્હી કેપિટલ્સ સાથે આ તેમનું પહેલું કોચિંગ કાર્ય છે. તેમને તેમના કોચિંગ કરિયરમાં અત્યાર સુધી 3 અલગ અલગ ટીમો સાથે આ જવાબદારી નિભાવી છે. વાસે સૌપ્રથમ ન્યુઝીલેન્ડ ટીમ સાથે ટૂંકા કરાર સાથે કોચિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ તેઓ 2013 થી 2015 સુધી ફરીથી શ્રીલંકાની ટીમમાં જોડાયા. ત્યારબાદ તેમને 2016 T20 વર્લ્ડકપ માટે આયર્લેન્ડના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 2026 લંકા પ્રીમિયર લીગમાં કેન્ડી રોયલ્સ ટીમના હેડ કોચ હતા.
આ પણ વાંચો: IPL 2027: મહેલા જયવર્ધનેએ છોડ્યું મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચનું પદ, 10 વર્ષમાં 3 વખત ટીમને બનાવી ચેમ્પિયન





